ઉલ્લેખનીય છે કે, ગૌરી ખાને પોતાના ટ્વીટર એકાઉન્ટ પર મોટા ભાગે ઘરના ઈંટીરીયર ડેકોરેશનના ફોટોઝ શેર કરતી રહે છે. આ વખતે પણ તેણે પોતે ડિઝાઇન કરેલા ફોટોઝ શેર કર્યા હતા, જેમાં એક ફોટોમાં પાછળ દીવાલ પર એક પ્રખ્યાત પેઈન્ટરની નગ્ન જેવી તસ્વીર લટકી રહી હતી.
આ ફોટાના કારણે કિંગ ખાન પણ ગૌરી ખાનથી નારાઝ થઈ ગયા છે. એક યુઝરે લખ્યું છે કે, SRKનું નામ બદનામના કરો મેડમ. જલ્દી ડિલીટ કરો. એક ફિમેલ યુઝરે લખ્યું છે કે, રુમ અને ડીઝાઈન સારી છે અને સુંદર રંગ પણ છે, પરંતુ આ પેઈન્ટિંગ ખૂબ ખરાબ છે. તમારે ટ્વીટ કરતા પહેલા લાખો વાર વિચારવું જોઇએ.