ન્યૂઝ ડેસ્ક: આલિયા ભટ્ટની ફિલ્મ 'ગંગૂબાઈ કાઠિયાવાડી'ના (Film Gangubai Kathiyavdi day 1 collection) એક દિવસ પૂર્વે રિલીઝ થયેલી સાઉથ સુપરસ્ટાર અજિતની તમિલ ફિલ્મ 'વલિમૈ'એ (Film Walimi Collection) રિલીઝના પહેલા જ દિવસે ધમાલ મચાવી છે. આ સાથે જ રિલીઝ થયેલી એક્ટર પવન કલ્યાણની ફિલ્મ 'ભીમલા નાયક'ને (Film Bhimla Nayak Collection) પણ શાનદાર ઓપનિંગ મળી છે. આ બન્ને ફિલ્મો સાથે રિલીઝ થયેલી હિન્દી ફિલ્મ 'ગંગૂબાઈ કાઠિયાવાડી'નું પ્રથમ દિવસનું કલેક્શન આમાંથી અડધી પણ ફિલ્મો સુધી પહોંચે તેવું લાગતું નથી.
સાઉથની ફિલ્મો કેમ પડી રહી છે હિન્દી ફિલ્મો ભારી
સાઉથ ભારતીય ફિલ્મોનું કલેક્શન છેલ્લા બે વર્ષમાં હિન્દી ફિલ્મોના કલેક્શનને ઢાંકી રહ્યું છે. આ વખતે પણ ફિલ્મ 'ગંગૂબાઈ કાઠિયાવાડી'ને એવા વિસ્તારોમાં વધુ પ્રમોટ કરવામાં આવી છે, જ્યાં થિયેટરોની સંખ્યા ઓછી છે અથવા એવા માધ્યમો કે જેઓ હિન્દી ફિલ્મો માટે દર અઠવાડિયે પૈસા ખર્ચી શકતા ન હોય. જેનો ફટકો ફિલ્મ 'ગંગૂબાઈ કાઠિયાવાડી'ને પડતો હોય તેમ લાગે છે.
આ પણ વાંચો: Gangubai Kathiyawadi Film Release : મૂવી જોઇને શું કહી રહ્યાં છે રાજકોટીયન્સ
આલિયા ભટ્ટને અપેક્ષા મુજબનું પરિણામ નથી મળી રહ્યું
ફિલ્મ 'ગંગૂબાઈ કાઠિયાવાડી' સલમાન ખાને ભણસાલીની ફિલ્મ 'ઈન્શાઅલ્લાહ'માં અભિનય કરવાનો ઇન્કાર કર્યા બાદ ઉતાવળમાં બનેલી ફિલ્મ છે. માત્ર આલિયા ભટ્ટ જ નહીં, આ ફિલ્મ સંજય લીલા ભણસાલીની કારકિર્દીમાં પણ એક વળાંક લાવી છે. તેમની મોટી ફિલ્મ પ્રોડક્શન કંપની આ ફિલ્મ પર પૈસા લગાવવા તૈયાર નહોતી. પેન સ્ટુડિયો ચલાવતા જયંતિ લાલ ગડાને શુભકામનાઓ, જેમણે બે મોટી બેંકોને આ ફિલ્મ પર નાણાં રોકવા માટે રાજી કર્યા છે. નેટફ્લિક્સને ફિલ્મના ઓટીટી અધિકારો અને ઝી સિનેમાને સેટેલાઇટ રાઇટ્સ વેચીને, જયંતિ લાલ ગડાએ ફિલ્મની ભારે કિંમતનો મોટો હિસ્સો વસૂલ કર્યો છે, પરંતુ તેનું વાસ્તવિક ભાવિ ફિલ્મના બોક્સ ઓફિસ પ્રદર્શન દ્વારા નક્કી કરવામાં આવશે. 'કલંક' અને 'સડક 2' પછી આ ત્રીજી વખત છે, જ્યારે આલિયા ભટ્ટને તેની તમામ મહેનત પછી પણ અપેક્ષા મુજબનું પરિણામ નથી મળી રહ્યું.
જાણો આ ત્રણ ફિલ્મના કલેક્શન વિશે
ફિલ્મ 'ગંગૂબાઈ કાઠિયાવાડી' વિશે શુક્રવાર રાત સુધીના પ્રારંભિક આંકડાઓ અનુસાર, આ ફિલ્મ પહેલા દિવસે લગભગ નવ કરોડનો બિઝનેસ કરતી જોવા મળી રહી છે. અંતિમ આંકડાઓ પછી, કેટલાક ક્ષેત્રોમાં સુધારો થવાની અપેક્ષા છે અને જો ફિલ્મ 10 કરોડના જાદુઈ આંકડાને સ્પર્શ કરવામાં સફળ થાય છે, તો તે સંજય લીલા ભણસાલી માટે એક મોટી ઉપલબ્ધિ હશે, જ્યારે પવન કલ્યાણની ફિલ્મ 'ભીમલા નાયક'એ રિલીઝના પહેલા દિવસે લગભગ 35 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હોવાના અહેવાલો છે. આ સાથે જ અજીતની ફિલ્મ ''વલિમૈ'નું પ્રથમ દિવસનું કલેક્શન 25.30 કરોડ રૂપિયા હોવાનું જાણાવા મળ્યું છે. હિન્દી ઉપરાંત તેલુગુમાં પણ 'ગંગૂબાઈ કાઠિયાવાડી' ફિલ્મ રિલીઝ થઈ છ
આ પણ વાંચો: Supreme court Justice: તસ્કરીનો ભોગ બનેલી 14 વર્ષની છોકરી વિશે વિચારીને જ શરીર કાપવા લાગે છે: જસ્ટિસ બેનર્જી