લોસ એન્જેલસઃ દિગ્દર્શક ફ્રાન્સિસ ફોર્ડ કોપોલાએ અભિનેત્રી વિનોના રાયડરના દાવાને નકારી કાઢ્યો હતો. દિગ્દર્શકે 1992માં 'ડ્રેક્યુલા' દરમિયાન કિયાનુ રીવ્સને અભિનેત્રીને અપશબ્દો બોલવાની સૂચના આપી નહોતી.
મીડિયાને આપેલી મુલાકાતમાં રાયડરે દાવો કર્યો હતો કે, કોપોલાએ શૂટિંગ દરમિયાન અભિનેત્રીને રડાવવા માટે અપમાનજનક ટિપ્પણી કરવા કહ્યું હતું. અભિનેત્રીએ કહ્યું હતું કે, રીવ્સ અને એન્થોની હોપકિન્સે આ કામમાં જોડાવાની ના પાડી હતી.
એક રિપોર્ટ મુજબ, 81 વર્ષીય ફિલ્મકારે કહ્યું કે ઘટનાઓ બરાબર આવી નહોતી જેમ રાયડરે કહ્યું છે. પરંતુ ફિલ્મકારે સ્વીકાર્યું હતું કે, તેમણે ગેરી ઓલ્ડમેન પાસેથી રાયડર અને બીજા કેટલાક લોકો માટે ડરામણા અને ખરાબ શબ્દો ધીમી અવાજમાં બોલવા કહ્યું હતું. કોપોલાએ કહ્યું કે, આ સામાન્ય રીતે શૂટિંગ દરમિયાન જલ્દીથી શ્રેષ્ઠ પ્રદર્શન મેળવવાના ભાગ રૂપે કરવામાં આવ્યું હતું.
ઇન્ટરવ્યૂમાં રાયડરે કહ્યું હતું કે, શૂટિંગના એક દ્રશ્યમાં જેમાં તેમને રડવાનું હતું. કોપોલાએ તેમની ઉપર અપમાનજનક ટિપ્પણી કરીને ચીસો પાડવાનું શરૂ કર્યું હતું. અભિનેત્રી મુજબ ફિલ્મ નિર્માતાએ તેને 'કૉલગર્લ' ગણાવી હતી.