- ત્રણ નિર્માતાઓ સામે એફઆઇઆર નોંધવામાં આવી છે
- આ કેસ માલવણી પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો છે
- સુનંદા શેટ્ટીએ જમીન સોદા કેસમાં સુધાકર ઘર નામના વ્યક્તિ વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે
મુંબઇ: રાજ કુંદ્રા (Raj Kundra)અને અભિનેત્રી ગહના વશિષ્ઠ(Actress Gehana Vasisth)ની કંપની સાથે જોડાયેલા ત્રણ નિર્માતાઓ સામે એફઆઇઆર (FIR)નોંધવામાં આવી છે. મુંબઇ પોલીસ મુજબ અશ્લીલતાની ઘટનામાં મુંબઇ પોલીસ ક્રાઇમ બ્રાન્ચના પ્રોપર્ટી સેલને સોંપવામાં આવેલા બિઝનેસમેન અને એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીનો પતિ રાજ કુંદ્રા(Raj Kundra) અને એકટ્રેસ ગહના વશિષ્ઠની કંપનીના 3 પ્રોડ્યૂસર્સ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. આ કેસ માલવણી પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો છે.
આ પણ વાંચો- રાજ કુન્દ્રા પોર્નોગ્રાફી કેસમાં શિલ્પા શેટ્ટીનું લેપટોપ, આઈપેડ અને ફોન તપાસ માટે Gandhinagar FSL લવાયા
આઈપીસી સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે
અન્ય એક કેસમાં શિલ્પા શેટ્ટી(Shilpa Shetty)ની માતા સુનંદા શેટ્ટીએ જમીન સોદા કેસમાં સુધાકર ઘર નામના વ્યક્તિ વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. મુંબઈ પોલીસના જણાવ્યા મુજબ, આરોપીઓએ બનાવટી દસ્તાવેજોની મદદથી સુનંદાને આ જમીન 1.6 કરોડમાં વેચી હતી. આઈપીસી સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.