હૈદરાબાદ: મેગાસ્ટાર અમિતાભ બચ્ચન અને તેમની ટીમ 8 ફેબ્રુઆરીના રોજ રિલીઝ થયેલા ઝુંડના ટીઝર (Jhund Teaser)માં સ્વેગ કરતા જોવા મળી રહ્યાં છે. જણાવીએ કે 'ઝુંડ'ની ગાથા 'સ્લમ સોકર ફાઉન્ડેશન' સ્થાપક અને કોચ વિજય બારસે પર આધારિત (story of Slum Soccer founder Vijay Barse) છે. જાણો આ ફિલ્મ ક્યારે થશે (Film Jhund release date ) રિલીઝ..
અમિતાભ બચ્ચનએ પ્રોફેસરનો કિરદાર નિભાવ્યો
ફિલ્મમાં અમિતાભ બચ્ચન પ્રોફેસરનો કિરદાર નિભાવી રહ્યાં છે. તેઓ સ્લમ એરિયાના બાળકોને ફૂટબોલ શીખવે છે અને તેની ટીમ બનાવે છે. ફિલ્મમાં ફૂટબોલ ટીમના તમામ બાળકો નોન એક્ટિંગ બેકગ્રાઉન્ડમાંથી આવે છે. ઇન્ડસ્ટ્રીમાં આજે પણ મોટા-મોટા એક્ટરો બિગ બી સામે નર્વસ થઇ જાય છે, પરંતુ આ છોકરાઓએ સરળતાથી તેની સાથે કામ કર્યું હતું.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
આ પણ વાંચો: Moonmoon Dutta arrested: મુનમુન દત્તાની કરાઇ ધરપકડ, જાણો કારણ..
બાળકોનું સરળતાથી કામ કરવા પાછળ કારણ
આ બાળકોનું સરળતાથી કામ કરવા પાછળ કારણ છે. બિગ બીએ આ છોકરાઓ સાથે ડાયરેક્ટ શૂંટિંગ નથી. પહેલા તેણે આ છોકરાઓ સાથે રમ્યા, જમ્યા અને ઘણી બધી વાતો કરી હતી, ત્યારબાદ તમામે સાથે મળીને ફૂટબોલ પ્રેકટિસ કરી હતી. જેથી તેમનું પણ કોન્ફિડસ લેવલ વધી ગયું.
જાણો ફિલ્મની રિલીઝ ડેટ વિશે
જણાવીએ કે, લાંબા વિલંબ પછી, ઝુંડ હવે 4 માર્ચ, 2022ના રોજ રીલિઝ થવા જઈ રહી છે. અગાઉ આ ફિલ્મ સપ્ટેમ્બર 2020માં રિલીઝ થવાની હતી, પરંતુ કોવિડના (coivd 19 case in india) કારણે પાછળ ઠેલવાઇ હતી.
નાગરાજ પોપટરાવ મંજુલે ફિલ્મને ડિરેક્ટ કરી
નાગરાજ પોપટરાવ મંજુલે દ્વારા ફિલ્મને ડિરેક્ટ કરવામાં આવી છે. ટી-સિરીઝ, તાંડવ ફિલ્મ્સ એન્ટરટેઈનમેન્ટ અને આટપતના બેનર હેઠળ ભૂષણ કુમાર, ક્રિષ્ન કુમાર, રાજ હિરેમઠ, સવિતા રાજ હિરેમઠ, નાગરાજ મંજુલે, ગાર્ગી કુલકર્ણી, સંદિપ સિંહ અને મીનુ અરોરા દ્વારા નિર્મિત છે.
આ પણ વાંચો: Oscar 2022: એક સવાલના જવાબે તમિલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જગાવી આશા