હૈદરાબાદ: આલિયા ભટ્ટ અને નિર્માતા સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ 'ગંગૂબાઈ કાઠિયાવાડી' જલ્દી સિનેમાઘરોમાં રિલીઝ થશે. તે પહેલા ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવશે. આલિયા ભટ્ટે ફિલ્મને લગતું એક નવું પોસ્ટર શેર કર્યું હતું. હાલ ફિલ્મમાંથી અજય દેવગનનો ધમાકેદાર ફર્સ્ટ લુક સામે આવ્યો છે, જેને જોઈને અજયના ફેન્સ દીવાના થઈ ગયા છે. જાણો ફિલ્મ ક્યારે થિયેટર્સમાં ધુમ મચાવશે (Gangubai Kathiawadi release Date) અને ફિલ્મનું ટ્રેલર ક્યારે રિલીઝ (Gangubai Kathiawadi Trailer Release) થશે.
'ગંગુબાઈ કાઠિયાવાડી માંથી પોતાનો ફર્સ્ટ લૂક શેર કરતા અજય દેવગને ટ્વીટમાં લખ્યું
ફિલ્મના તેના ફર્સ્ટ લૂકમાં અજય દેવગન માથા પર ટોપી અને હાથ સાથે સલામ કરતો જોવા મળે છે. 'ગંગુબાઈ કાઠિયાવાડી માંથી પોતાનો ફર્સ્ટ લૂક શેર કરતા અજય દેવગને ટ્વીટમાં લખ્યું છે કે, 'અમે અમારી ઓળખ સાથે ચાર ચાંદ લગાવા રહ્યા છીએ, ફિલ્મનું ટ્રેલર આવતીકાલે શુક્રવારે રિલીઝ થશે અને ફિલ્મ 25 ફેબ્રુઆરીએ થિયેટર્સમાં ધમાલ મચાવશે.
-
Apni pehchaan se chaar🌙 lagane, aa rahe hai hum! Trailer out tomorrow. #GangubaiKathiawadi in cinemas on 25th Feb, 2022. #SanjayLeelaBhansali @aliaa08 @jayantilalgada @PenMovies @bhansali_produc @saregamaglobal pic.twitter.com/zF1EB1hdtq
— Ajay Devgn (@ajaydevgn) February 3, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">Apni pehchaan se chaar🌙 lagane, aa rahe hai hum! Trailer out tomorrow. #GangubaiKathiawadi in cinemas on 25th Feb, 2022. #SanjayLeelaBhansali @aliaa08 @jayantilalgada @PenMovies @bhansali_produc @saregamaglobal pic.twitter.com/zF1EB1hdtq
— Ajay Devgn (@ajaydevgn) February 3, 2022Apni pehchaan se chaar🌙 lagane, aa rahe hai hum! Trailer out tomorrow. #GangubaiKathiawadi in cinemas on 25th Feb, 2022. #SanjayLeelaBhansali @aliaa08 @jayantilalgada @PenMovies @bhansali_produc @saregamaglobal pic.twitter.com/zF1EB1hdtq
— Ajay Devgn (@ajaydevgn) February 3, 2022
આ પણ વાંચો: Novel Atharv The Origin: અથર્વમાં ધોનીનો 'મહાદેવ' લૂકઃ ધ ઓરિજિન 'બાહુબલી' પણ નિષ્ફળ, જુઓ પહેલો દેખાવ
અજય દેવગણે પોતાની સલામથી 'ગંગુબાઈ કાઠિયાવાડી'માં પ્રાણ ફૂંક્યા
અજયનો ફર્સ્ટ લૂક સોશિયલ મીડિયા પર આવતા જ ચાહકો કોમેન્ટ પર કોમેન્ટ મારી રહ્યા છે. ચાહકોનું કહેવું છે કે, અજય દેવગણે પોતાની સલામથી 'ગંગુબાઈ કાઠિયાવાડી'માં પ્રાણ ફૂંક્યા છે. જણાવીએ કે, 'ગંગુબાઈ કાઠિયાવાડી' મુંબઈના કમાઠીપુરામાં એક વેશ્યાલયની મેડમ ગંગુબાઈ કોઠેવાલીના જીવન પર બનાવવામાં આવી છે અને હુસૈન ઝૈદી પુસ્તક 'માફિયા ક્વીન્સ ઓફ મુંબઈ' ના એક પ્રકરણ પર આધારિત છે.
25 ફેબ્રુઆરીએ રણવીર સિંહની ફિલ્મ 'જયેશભાઈ જોરદાર' પણ રિલીઝ થશે
જણાવીએ કે, ગંગુબાઈ કાઠિયાવાડીમાં આલિયા ભટ્ટ લીડ રોલમાં જોવા મળશે તેમજ આ ફિલ્મ ભણસાલી દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે. આ ઉપરાંત 25 ફેબ્રુઆરીએ રણવીર સિંહની પણ રિલીઝ થવા જઈ રહી છે. જો આવું થશે તો 'ગલી બોય'ના સ્ટાર્સ બોક્સ ઓફિસ પર સામસામે જોવા મળી શકે છે.
આ પણ વાંચો: અનન્યા પાંડેએ હજારોના આઉટફિટમાં આપ્યાં કાતિલ પોઝ..સુહાના ખાને આપી પ્રતિક્રિયા'