- બૉલિવૂડની ફિલ્મ 'દેવદાસ'ને 19 વર્ષ થયા પૂર્ણ
- ભણસાલી, માધુરી દિક્ષીતે ફિલ્મને લગતી યાદ કરી તાજા
- ફિલ્મનું બજેટ 20 કરોડ રૂપિયાથી વધુ હતું
ન્યૂઝ ડેસ્ક (Bollywood News): બૉલિવૂડ ફિલ્મ નિર્દેશક સંજય લીલા ભણસાલી (Sanjay Leela Bhanshali) પોતાની ફિલ્મોની ભવ્યતા માટે જાણીતા છે. તેમણે દેવદાસ(Devdas), બાજીરાવ મસ્તાની (Bajirao Mastani), પદમાવત (Padmavat), રામ લીલા (Ram-Leela) જેવી અનેક પ્રખ્યાત ફિલ્મો આપી છે. ત્યારે તેમની એક ફિલ્મ 'દેવદાસ'ને આજે 19 વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે સંજય લીલા ભણસાલી અને માધુરી દિક્ષીતે (Madhuri Dixit) પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ફિલ્મ સાથે જોડાયેલી યાદોના ફોટોઝ શેર કર્યા હતા. આ ઉપરાંત બૉલિવૂડની ગાયિકા શ્રેયા ઘોષાલે (Shreya Ghoshal) પણ ફિલ્મને લગતી યાદ તાજા કરી છે. કારણ કે, શ્રેયા ઘોષાલે ગાયિકાની કારકિર્દી દેવદાસ ફિલ્મથી શરૂ કરી હતી. આ ફિલ્મમાં 'બેરી પિયા' ગીત શ્રેયા ઘોષાલનું પહેલું ગીત હતું.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
આ પણ વાંચો: 'બાહુબલીઃ ધ બિગનિંગ' ફિલ્મને 6 વર્ષ થયા પૂર્ણ, પ્રભાસે ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો ફોટો
ઐશ્વર્યા માટે 600 સાડી ખરીદવામાં આવી હતી
ભવ્ય સેટ પર બનાવવામાં આવેલી અસાધારણ પ્રેમ કથાને 19 વર્ષ પૂર્ણ થયા છે. આ ફિલ્મમાં લીડ અભિનેત્રી ઐશ્વર્યા રાય (Aishwarya Rai Bachchan) અને માધુરી દિક્ષીત જોવા મળી હતી. ફિલ્મમાં ઐશ્વર્યા રાયે એવી અનેક સાડી પહેરી હતી, જેને જોઈને લોકોની આંખો ખૂલ્લીને ખૂલ્લી જ રહી ગઈ હતી. દેવદાસની પારો એટલે કે ઐશ્વર્યા રાયનો લુક ખાસ બનાવવા માટે ભણસાલીએ ઘણી મહેનતર કરી હતી. ઐશ્વર્યા માટે 100-200 નહીં પરંતુ 600 સાડી ખરીદવામાં આવી હતી. આ સાડીઓમાંથી ઐશ્વર્યા રાય માટે અલગ અલગ લુક તૈયાર કરવામાં આવ્યા હતા. તો બીજી તરફ માધુરીના એક-એક લેહેંગાની કિંમત 15 લાખ રૂપિયાથી પણ વધુ હતી. ફિલ્મના એક ગીત 'કાહે છેડ છેડ મોહે'માં માધુરીએ 30 કિલોનો લેહેંગો પહેર્યો હતો, જેને બનાવવા માટે મહિનાઓ લાગી ગયા હતા. આ ફિલ્મનું બજેટ 20 કરોડ રૂપિયાથી પણ વધુનું હતું.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">