હૈદરાબાદઃ અલ્લૂ અર્જુનની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ 'પુષ્પાઃ ધ રાઈઝ-પાર્ટ-1'એ (Film Pushpa) વિશ્વભરમાં બોક્સ ઓફિસ પર કમાણીનો નવો રેકોર્ડ સર્જયો છે, ત્યારે અલ્લૂ અર્જુનના ફેન્સ માટે વધુ એક સારા સમાચાર છે. વર્ષ 2020માં રિલીઝ થયેલી અલ્લૂની ફિલ્મ 'અલા વૈકુંઠપુરમલો' (Film 'Ala Vaikunthapuramlo) હવે હિન્દીમાં રિલીઝ (Film 'Ala Vaikunthapuramlo Release date) થવા જઈ રહી છે.
-
ALLU ARJUN: AFTER 'PUSHPA', NOW HINDI DUBBED VERSION OF 'ALA VAIKUNTHAPURRAMULOO' IN CINEMAS... After the historic success of #PushpaHindi, #AlluArjun's much-loved and hugely successful #Telugu film #AlaVaikunthapurramuloo has been dubbed in #Hindi and will release in *cinemas*. pic.twitter.com/1jqkcqCEzI
— taran adarsh (@taran_adarsh) January 17, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">ALLU ARJUN: AFTER 'PUSHPA', NOW HINDI DUBBED VERSION OF 'ALA VAIKUNTHAPURRAMULOO' IN CINEMAS... After the historic success of #PushpaHindi, #AlluArjun's much-loved and hugely successful #Telugu film #AlaVaikunthapurramuloo has been dubbed in #Hindi and will release in *cinemas*. pic.twitter.com/1jqkcqCEzI
— taran adarsh (@taran_adarsh) January 17, 2022ALLU ARJUN: AFTER 'PUSHPA', NOW HINDI DUBBED VERSION OF 'ALA VAIKUNTHAPURRAMULOO' IN CINEMAS... After the historic success of #PushpaHindi, #AlluArjun's much-loved and hugely successful #Telugu film #AlaVaikunthapurramuloo has been dubbed in #Hindi and will release in *cinemas*. pic.twitter.com/1jqkcqCEzI
— taran adarsh (@taran_adarsh) January 17, 2022
ફિલ્મ 'પુષ્પાએ બોક્સ ઓફિસ પર મચાવ્યો ધમાલ
સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સ્ટાઈલિશ સ્ટાર અલ્લૂ અર્જુનની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ 'પુષ્પાઃ ધ રાઈઝ-પાર્ટ-1'એ (Film Pushpa) વિશ્વભરમાં બોક્સ ઓફિસ પર કમાણીનો નવો રેકોર્ડ સર્જયો છે. હાલમાં જ આ ફિલ્મ હિન્દીમાં પણ રિલીઝ થઈ છે. ફિલ્મએ OTT પ્લેટફોર્મ પર 80 કરોડથી વધુની કમાણી કરી લીઘી છે. હવે અલ્લૂ અર્જુનના ફેન્સ માટે વધુ એક સારા સમાચાર આવ્યા છે. વર્ષ 2020માં રિલીઝ થયેલી તેલુગુ ફિલ્મ 'અલા વૈકુંઠપુરમલો' હવે હિન્દીમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મએ પણ બોક્સ ઓફિસ પર 250 કરોડથી વધુનો બિઝનેસ કર્યો હતો.
તેલુગુ ફિલ્મ 'અલા વૈકુંઠપુરમલો'ની રિલીઝ ડેટ
સાઉથના સુપરસ્ટાર અલ્લૂ અર્જુનની 'પુષ્પા'ની અપાર સફળતા બાદ હવે તેની તેલુગુ ફિલ્મ 'અલા વૈકુંઠપુરમલો'નું હિન્દી ડબ વર્ઝન રિલીઝ થવા જઇ રહ્યું છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી આ માહિતી આપી છે, જેમાં તેણે કહ્યું છે કે 'અલા વૈકુંઠપુરમલો'ને હિન્દીમાં ડબ કરવામાં આવ્યું છે અને ફિલ્મનું આ વર્ઝન તારીખ 26 જાન્યુઆરી 2022ના રોજ ગણતંત્ર દિવસ પર સિનેમાઘરોમાં રિલીઝ થશે. 'અલા વૈકુંઠપુરમલો'નું નિર્દેશન ત્રિવિક્રમ શ્રીનિવાસ દ્વારા કરવામાં આવ્યું છે.
ફિલ્મના શૂટિંગના ઘણા શેડ્યુલ પૂરા
ઉલ્લેખનીય છે કે, ફિલ્મ 'અલા વૈકુંઠપુરમલો'ની હિન્દી રિમેક ચાલી રહી છે. હિન્દીમાં આ ફિલ્મનું નામ 'શહજાદા' છે. કાર્તિક આર્યન હિન્દી ફિલ્મમાં અલ્લૂ અર્જુનનું પાત્ર ભજવતા નજર આવશે તેમજ ફિલ્મના શૂટિંગના ઘણા શેડ્યુલ પણ પૂરા થઈ ગયા છે. આ ફિલ્મમાં તેની સાથે કૃતિ સેનન જોવા મળશે તથા આ ફિલ્મનું નિર્દેશન રોહિત ધવન કરી રહ્યા છે. ફિલ્મની રિલીઝ ડેટ આ વર્ષના 4 નવેમ્બરના રાખવામાં આવી છે, કોરોના વાયરસના કારણે હજુ પણ આગળ વધી શકવાની સંભાવના છે.
આ પણ વાંચો:
Anushka Sharma emotional reaction: અનુષ્કા શર્મા થઈ ભાવુક, સોશિયલ મીડિયામાં લખી દિલની વાત
Bollywood actress photos: જુઓ બોલિવૂડ હિરોઇનોની લાંબા આઉફિટસમાં સુંદર લાગતી તસવીરો !