ETV Bharat / sitara

Film Adipurush New Release Date: મહાશિવરાત્રીના પાવન અવસર પર પ્રભાસે આપી ફેન્સને આ મોટી સોગાદ, ફિલ્મ સર્જશે એક વિક્રમ - આદિપુરુષ' દુનિયાભરમાં 20 હજારથી વધુ સ્ક્રીન્સ અને 15 ભાષાઓમાં રિલીઝ

કોરોનાના કારણે ઘણી ફિલ્મોને રિલીઝ કરતા અટકાવાય હતી, ત્યારે હવે કોરોના ધીમો પડતા ફિલ્મોની નવી રિલીઝ ડેટનો દોર શરૂ થઇ ગયો છે. આ સાથે પ્રભાસ સ્ટારર ફિલ્મ (Prabhas Films) 'આદિપુરુષ'ની નવી રિલીઝ ડેટ (Film Adipurush New Release Date) ની આજે મહાશિવરાત્રીના પાવન અવસર નિમિતે જાહેરાત કરવામાં આવી છે. જાણો ફિલ્મ સંબંધિત રસપ્રદ વાતો.

Film Adipurush New Release Date: મહાશિવરાત્રીના પાવન અવસર પર પ્રભાસે આપી ફેન્સને આ મોટી સોગાદ, ફિલ્મ સર્જશે એક વિક્રમ

author img

By

Published : Mar 1, 2022, 10:54 AM IST

ન્યૂઝ ડેસ્ક: હાલ ફિલ્મોની રિલીઝના એલાનનો સિલસિલો ચાલુ છે. કોરોનાના કારણે અનેક ફિલ્મો રિલીઝ કરતા સ્થગિત કરવામાં આવી હતી, જ્યારે એ તમામ ફિલ્મોની નવી રિલીઝ ડેટો જાહેર કરવામાં આવી છે. આ અનુક્રમે આજે મંગળવારે મહાશિવરાત્રીના પાવન અવસર નિમિતે પ્રભાસ સ્ટારર ફિલ્મ (Prabhas Films) 'આદિપુરુષ'ની રિલીઝ ડેટ (Film Adipurush New Release Date) નું પણ એલાન કરવામાં આવ્યું છે.

આ ફિલ્મ થશે આ વર્ષે રિલીઝ

ફિલ્મ 'આદિપુરુષ'ની રિલીઝ માટે આગામી વર્ષ 2023ની પસંદ કરવામાં આવ્યું છે. હવે આ ફિલ્મ 12 જાન્યુઆરી 2023ના રોજ 3Dમાં રિલીઝ કરવામાં આવશે્. આ ફિલ્મમાં સાઉથ સૂપરસ્ટાર પ્રભાસ, સૈફ અલી ખાન, સની સિંહ અને અભિનેત્રી કૃતિ સેનન મહત્વની ભૂમિકા અદા કરતા જોવા મળશે.

Film Adipurush New Release Date: મહાશિવરાત્રીના પાવન અવસર પર પ્રભાસે આપી ફેન્સને આ મોટી સોગાદ, ફિલ્મ સર્જશે એક વિક્રમ
Film Adipurush New Release Date: મહાશિવરાત્રીના પાવન અવસર પર પ્રભાસે આપી ફેન્સને આ મોટી સોગાદ, ફિલ્મ સર્જશે એક વિક્રમ

આ પણ વાંચો: ફિલ્મ 'પૃથ્વીરાજ'નું નામ બદલવાની માંગ પર દિલ્હી હાઈકોર્ટે સૂનવાઇનો કર્યો ઇનકાર

ફિલ્મમાં એક્ટરો આ કિરદારમાં

ફિલ્મ 'આદિપુરુષ'માં પ્રભાસ ભગવાન રામના રોલમાં અને કૃતિ સેનન માતા સીતાના રોલમાં, અભિનેતા સની સિંહ ભગવાન લક્ષ્મણની ભૂમિકામાં, જ્યારે એક્ટર સૈફ અલી ખાન લંકેશના રોલમાં જોવા મળશે. જણાવીએ કે, આ એક પીરિયડ ડ્રામા ફિલ્મ છે.

ફિલ્મનું મેકિંગ બજેટ પણ 400 કરોડ રૂપિયા

ફિલ્મનું શૂટિંગ ગયા વર્ષે પૂરું થયું હતું. ફિલ્મના નિર્દેશક ઓમ રાઉતે ફિલ્મના શૂટિંગની ઘણી તસવીરો પણ સોશિયલ મીડિયા (Social Media) પર શેર કરી હતી. બાતમી મળી છે કે, ફિલ્મ 'આદિપુરુષ' દુનિયાભરમાં 20 હજારથી વધુ સ્ક્રીન્સ અને 15 ભાષાઓમાં રિલીઝ (Adipurush Release In 15 Language) કરવામાં આવશે. જો આમ થશે તો 'આદિપુરુષ' ભારતીય સિનેમામાં આ પ્રકારની પ્રથમ ફિલ્મ બની જશે. ઉલ્લેખનીય છે કે, આદિપુરુષ'નું મેકિંગ બજેટ પણ 400 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે.

આ ફિલ્મ વિશ્વભરમાં રિલીઝ થશે, સાથે રોકોર્ડ કાયમ કરશે

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પ્રભાસ, સૈફ અલી ખાન, કૃતિ સેનન અને સની સિંહ સ્ટારર ફિલ્મ 'આદિપુરુષ' દુનિયામાં તેનો પડઘો પાડવા જઇ રહી છે. આ ફિલ્મને ભારતીય ભાષાઓ સાથે અંગ્રેજી ઉપરાંત, આ ફિલ્મને વિશ્વભરના ઇન્ડોનેશિયા, શ્રીલંકા, જાપાન અને ચીનમાં વિવિધ ભાષાઓમાં રિલીઝ કરવામાં આવશે, જેની તૈયારીનો શુભારંભ પણ કરી દેવાયો છે.

આ પણ વાંચો: કંગના રનૌતે રવિના ટંડનની આડે કેટરિના પર કર્યો પ્રહાર કહ્યું....

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.