- મસૂરીમાં મોડી રાત્રે મિથુન ચક્રવર્કીની તબિયત લથડી
- ઉલ્ટી અને ઝાડા થયા
- ડૉક્ટર્સે આરામ કરવાની આપી સલાહ
મસૂરીઃ બૉલિવૂડ અભિનેતા મિથુન ચક્રવર્તીની તબિયત અચાનક લથડી છે. તેમને ઉલ્ટી અને ઝાડા થવાથી મસૂરી સબ-હોસ્પિટલના ડૉક્ટર્સીની ટીમે સવોય હોટલ ખાતે તેમની તપાસ કરી હતી. ત્યારબાદ ડૉક્ટર્સે તેમને આરામ કરવાની સલાહ આપી છે.
મસૂર આવ્યા મિથુન
ઉલ્લેખનીય છે કે, મિથુન ચક્રવર્તી એક ફિલ્મના શૂટમાટે મસૂર આવ્યા છે. ફિલ્મ 'ધ કાશ્મીર ફાઈલ્સ'ની શૂટિંગમાટે મિથુન ચક્રવર્તી, અનુપમ ખેર સહિત અનેક કલાકાર મસૂરમાં આવ્યા છે.
ડૉક્ટરે આરામની સલાહ આપી
ડૉક્ટરોએ મિથુન ચક્રવર્તીની તપાસ કરી તેમની સ્થિતિમાં સુધારો થયાનું જણાવ્યું અને તેમને દવા આપી આરામ કરવાની સલાહ આપી છે.
છેલ્લે ધ તાશકંત ફાઈલ્સમાં જોવા મળ્યા
ઉલ્લેખનીય છે કે, મિથુન ચક્રવર્તી છેલ્લી વખતે 'ધ તાશકંત ફાઈલ્સ'માં જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં તેમના ઉપરાંત શ્વેતા બાસૂ અને નસીરુદ્દીન શાહ અને પલ્લવી જોશી મેઈન રૉલમાં છે.