- પ્રખ્યાત નદીમ-શ્રવણની જોડી તૂટી
- બુધવારે રાતે શ્રવણએ લીધા છેલ્લા શ્વાસ
- સંગીતકારનું કોરોનાને લીધે થયું નિધન
મુંબઇ: કોરોના વાઇરસને કારણે સંગીતકાર શ્રવણ રાઠોડનું નિધન થયું છે. તે 66 વર્ષના હતા. આ બાબતે શ્રવણના પુત્રએ માહિતી આપી.
કોરોનાને કારણે થયું નિધન
શ્રવણના પુત્ર અને સંગીતકાર સંજીવ રાઠોડે જણાવ્યું હતું કે, તેઓને કોરોના થયા પછી તેમની તબિયત ખૂબ જ ખરાબ હતી. તેવી હાલતમાં તેમને એસ.એલ.રાહેજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા અને રાઠોડનું મોત નીપજ્યું હતું.
બુધવારે રાતે સવાદશ વાગે તેમનું નિધન થઈ ગયું, તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરો.
અનેક ફિલ્મોમાં આપ્યું મહાન સંગીત
મ્યુઝિક ડાયરેક્ટર નદીમ-શ્રવણની જોડી બોલિવૂડમાં ખૂબ પ્રખ્યાત થઈ. નદીમ-શ્રવણે 90ના દાયકામાં 'આશિકી', 'સાજન', 'પરદેસ' અને 'રાજા હિન્દુસ્તાની' જેવી ફિલ્મોમાં મહાન સંગીત આપ્યું હતું. પ્રિતમ અને અદનાન સામી જેવી હસ્તીઓએ શ્રવણના મોતને હિન્દી ફિલ્મ ઉદ્યોગને ન પૂરાય તેવી ખોટ ગણાવી છે. અને સંગીતકારને શ્રદ્ધાંજલિ આપી.