મુંબઇ: મોડેલ અને અભિનેત્રી ઇશા ગુપ્તા આગામી વેબ સીરીઝ 'રિજેક્ટ એક્સ'ની નવી સીઝનથી ડિજિટલ શૉમાં પ્રવેશ કરશે. તેમનું કહેવું છે કે, નવી પેઢી વર્ચુઅલ વિશ્વનો વધુ સામનો કરી રહી છે, જેથી તેમનામાં ગુનાની પ્રવૃત્તી પણ વધી રહી છે.
ઇશાએ કહ્યું કે, 'મને લાગે છે કે આજકાલના યુવાનોમાં વાસ્તવિક દુનિયાના મુદ્દાઓ કરતા વર્ચુઅલ જગત સાથે સંબંધિત વધુ વધી ગયા છે. તેમની હવે સમસ્યાઓ કંઈક આ પ્રકારની છે, જેમ કે મને સોશિયલ મીડિયા પર વધુ લાઇક કેમ નથી મળી રહ્યા? હું મારા મિત્રો વચ્ચે શા માટે લોકપ્રિય નથી? તેની સમસ્યાઓ એટલી અવાસ્તવિક છે જેમ કે 'તેની કાર મારા કરતા કેમ મોટી છે?' તેમનામાં વધુ ઇર્ષ્યા, લોભ છે. જો કે આ ફક્ત ટીનએઝર્સની સમસ્યા જ નથી, પરંતુ તે બધા આ સમસ્યાઓથી પણ પીડાઈ રહ્યા છે, જેનું જીવન સોશિયલ મીડિયાની આસપાસ ફરે છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
તેમણે વધુમાં કહ્યું કે, 'ઇન્ટરનેટની સુવિધાને કારણે દુનિયા આપણી મુઠ્ઠીમાં છે, પરંતુ તેના વધુ ઉપયોગથી જીવનમાં ઘણી સમસ્યાઓ પણ થાય છે.'
ઇશાની આ આગામી સિરીઝનું નિર્દેશન ગોલ્ડી બહલે કર્યું છે. જેમાં સુમિત વ્યાસ, અનિશા વિક્ટર, અહેમદ માસી વાલી, રિદ્ધિ ખાખર, પૂજા શેટ્ટી, રાધિકા સાયલ સહિત ઘણા કલાકારો જોવા મળશે.