બેંગ્લુરુ: સેન્ડલવુડ ડ્રગ્સ કેસમાં નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટની વિશેષ કોર્ટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને આ કેસમાં પૂછપરછ કરવાની મંજૂરી આપી છે. EDને પાંચ દિવસનો સમય આપતા કોર્ટે કહ્યું કે, ED રાગિની, સંજના, વીરેન ખન્ના રાહુલ થોંસે અને રવિશંકરના નિવેદનો રેકોર્ડ કરી શકે છે. પાંચેય લોકો ડ્રગ્સના કેસમાં પરપ્પના અગ્રહરા જેલમાં બંધ છે.
વીરેન ખન્ના પર પાર્ટી આયોજીત કરવાનો આરોપ છે. રાહુલ થોંસે રીયર એસ્ટેટ બિઝનેસમેન છે, જ્યારે રવિશંકર RTO કલાર્ક છે. EDએ પાંચ લોકોના નિવેદનો રેકોર્ડ કરવાની પરવાનગી માટે દાખલ કરેલી અરજીમાં જણાવ્યું છે કે, CCB પાસેથી માહિતી મળ્યા બાદ ટીમે તપાસ શરૂ કરી છે.