- પૂનમ પાંડે બાદ મિલિંદ સોમન સામે નોંધાઇ FIR
- ગોવાના બીચ પર ન્યૂડ ફોટોશૂટ કરાવ્યો
- જન્મદિવસ પર એક ન્યૂડ ફોટ શેર કર્યા હતો
મુંબઇ : બોલિવૂડ અભિનેતા-મોડલ મિલિંદ સોમન ગોવાના બીચ પર કપડા વગર દોડતો જોવા મળ્યા હતા. આ તસવીર તેણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી હતી. હવે આ મામલે તેમની સામે ફરિયાદ નોંધવામાં આવી છે. આ તસવીર તેમની પત્નીએ ક્લિક કરી હતી અને તેના કેપ્શનમાં મિલિંદે લખ્યું હતું- "55 એન્ડ રનિંગ..."
-
Happy birthday to me 😀
— Milind Usha Soman (@milindrunning) November 4, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
.
.
.
55 and running ! 📷 @5Earthy pic.twitter.com/TGoLFQxmui
">Happy birthday to me 😀
— Milind Usha Soman (@milindrunning) November 4, 2020
.
.
.
55 and running ! 📷 @5Earthy pic.twitter.com/TGoLFQxmuiHappy birthday to me 😀
— Milind Usha Soman (@milindrunning) November 4, 2020
.
.
.
55 and running ! 📷 @5Earthy pic.twitter.com/TGoLFQxmui
ગોવામાં નોંધાઇ ફરિયાદ
દક્ષિણ ગોવાના એસપી પંકજસિંહે કહ્યું કે, "મિલિંદ સોમન વિરુદ્ધ આઈપીસીની કલમ 294 અને કોલ્વા પોલીસ સ્ટેશનમાં આઇટી એક્ટની કલમ 67 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે." કલમ 294 અભદ્ર કૃત્ય અને ગીતો માટે છે અને આઇટી એક્ટની કલમ 67, ઇલેક્ટ્રોનિક ફોર્મમાં અશ્લીલ સામગ્રીને પબ્લિશ અને શેર કરવા વિરૂદ્ધ હોય છે.
આગાઉ પૂનમ પાંડે વિરૂદ્ધ નોંધાઇ ફરિયાદ
સિંહે કહ્યું કે, ગોવા સુરક્ષા મંચ દ્વારા આપવામાં આવેલી ફરિયાદ બાદ આ ફરિયાદ નોંધવામાં આવી છે. જણાવી દઈએ કે તાજેતરમાં જ ગોવામાં ન્યૂડ ફોટ શૂટિંગ માટે મોડેલ-અભિનેત્રિ પૂનમ પાંડે વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. પૂનમ વિરુદ્ધની ફરિયાદ સરકારના વોટર વર્કસ વિભાગની ફરિયાદ બાદ કરવામાં આવી છે. જો કે આ કેસમાં પૂનમ પાંડેને જામીન મળી ગયા છે, પરંતુ મિલિંદને આ કેસમાં રાહત મળે છે કે કેમ તે જોવું રહ્યું.
મિલિંદ સોમાને જન્મદિવસ પર શેર કર્યો ફોટો
મિલિંદ સોમાને તેના જન્મદિવસ પર ન્યૂડ ફોટો શેર કર્યો હતો. ફોટોમાં તે બીચ પર દોડતો જોવા મળી રહ્યો છે.જે બાદ સોશિયલ મીડિયા પર ઘણા મેમ્સ બનાવવામાં આવ્યા હતા.