ETV Bharat / sitara

પાયલ જાતીય સતામણી કેસઃ અનુરાગ કશ્યપના સપોર્ટમાં આવી એક્સ વાઈફ કલ્કિ, કહ્યું કે.. - લેટેસ્ટ ન્યૂઝ ઓફ અનુરાગ કશ્યપ

પહેલી પત્નીના સપોર્ટ બાદ અનુરાગની બીજી પત્ની કલ્કિ પણ તેના સપોર્ટમાં આવી છે. કલ્કિએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી અનુરાગ કશ્યપના સમર્થનમાં લાંબી પોસ્ટ લખી છે.

મં
author img

By

Published : Sep 21, 2020, 2:19 PM IST

Updated : Sep 21, 2020, 2:25 PM IST

મુંબઈઃ અભિનેત્રી પાયલ ઘોષે દિગ્દર્શક અનુરાગ કશ્યપ પર જાતીય સતામણી કરવાના મામલે સનસનાટીભર્યા આરોપો લગાવ્યા છે. અનુરાગ કશ્યપે આ આરોપોને એકદમ નકારી કાઢ્યા છે. બૉલિવૂડના અનેક સેલેબ્સ અને અનુરાગની પહેલી એક્સ વાઇફ આરતી બજાજ બાદ હવે તેની બીજી એક્સ વાઇફ એક્ટ્રેસ કલ્કિ પણ અનુરાગના સમર્થનમાં આવી છે.

સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહેનાર કલ્કિએ ઈન્સ્ટાગ્રામ પર અનુરાગ કશ્યપના સપોર્ટમાં પોસ્ટ શેર કરી છે. જેમાં તેમણે લખ્યું છે કે પ્રિય અનુરાગ મીડિયાના સર્કસને પોતાના પર હાવી ન થવા દે. વધુમાં તેમણે લખ્યું કે, 'તે તારી સ્ક્રિપ્ટમાં મહિલાઓની સ્વતંત્રતા માટે લડાઈ લડી છે, તે તારી પર્સનલ લાઈફ સિવાય પ્રોફેશન લાઈફમાં પણ તેમના સન્માનની અને રક્ષા કરી છે. હું એ વાતની શાક્ષી રહી છું, કારણ કે તે મને પણ પ્રોફેશનલ અને પર્સનલ સ્પેસમાં બરાબરીની જગ્યા આપી છે.'

વધુમાં કલ્કિએ લખ્યું કે, 'આપણા ડિવોર્સ પછી પણ તે મારા સન્માન માટે અવાજ ઉઠાવ્યો છે. આપણે એક થયા તે પહેલા પણ હું જયારે મારા કામથી ડરતી હતી ત્યારે તે મને ટેકો આપ્યો હતો. આ સમય થોડો કઠિન છે જયાં સૌ એક બીજાને અપશબ્દો બોલી રહ્યાં છે. આ સમયે બસ તારે મજબુત રહેવાની જરૂર છે.'

આ પહેલા અનુરાગની પહેલી પત્ની આરતી બજાજ પણ તેના સપોર્ટમાં આવી છે. આપને જણાવી દઈએ કે અભિનેત્રી પાયલે અનુરાગ પર જાતીય સતામણીને આક્ષેપ કર્યો છે.

Last Updated : Sep 21, 2020, 2:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.