ETV Bharat / sitara

ખરાબ અનુભવ બાદ નીના ગુપ્તાએ પરિણીત પુરુષોને લઈને આપ્યું મોટું નિવેદન... - એક્ટ્રેસ નીના ગુપ્તા

અભિનેત્રી નીના ગુપ્તાને ફિલ્મોમાં કામ કરીને અનેક દાયકા પસરા થયા છે. નીના ગુપ્તા હવે 60 વર્ષના થઈ ચૂક્યા છે, પરંતુ તે હંમેશાથી પોતાના બોલ્ડ અંદાજ માટે પોપ્યુલર છે. નીના ગુપ્તા સૌથી વધુ ચર્ચામાં ત્યારે આવ્યા હતા, જ્યારે તેમનું વેસ્ટ ઈન્ડીઝના ક્રિકેટર વિવિયન રિચર્ડ સાથે અફેર ચાલ્યું હતું. બંનેએ લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા હતા, પરંતુ અચાનક બંને અલગ થયા હતા. રિચર્ડથી અલગ થયા બાદ નીનાને માલૂમ પડ્યું હતું કે, તે મા બનવાના છે, પરંતુ સમાજની પરવાહ કર્યા બાદ નીનાએ પોતાના સંતાનને જન્મ આપ્યો હતો. સિંગલ મધરની ભૂમિકા ભજવી હતી. નીનાની દીકરી મસાબા ગુપ્તા ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝનું બહુચર્ચિત નામ છે.

ખરાબ અનુભવ બાદ નીના ગુપ્તાએ પરિણીત પુરુષોને લઈને આપ્યું મોટું નિવેદન...

author img

By

Published : Mar 3, 2020, 10:39 PM IST

મુંબઈઃ બોલિવૂડ અભિનેત્રી નીના ગુપ્તા હાલમાં ‘સચ કહું તો’ નામની વીડિયો સીરિઝ ઈન્સ્ટાગ્રામમાં ચલાવી રહ્યાં છે. આ સીરિઝ હેઠળ તેઓ પોતાના જીવનના કિસ્સાઓ ચાહકો સાથે શેર કરે છે અને પોતાના જીવનમાં કરેલી ભૂલો ચાહકો કરે નહીં તેમ જણાવે છે. હાલમાં જ નીના ગુપ્તાએ વીડિયો મેસેજ શેર કરીને કહ્યું હતું કે મહિલાઓ પરિણીતી પુરુષોના પ્રેમમાં પડતી હોય છે પરંતુ પતિ પોતાની પત્નીને છોડવા તૈયાર હોતા નથી.

વીડિયોમાં નીના ગુપ્તાએ કહ્યું હતું, તે તમને કહેશે કે તેને તેની પત્ની પસંદ નથી અને તેઓ લાંબો સમય જોડે રહેવાના નથી. તમે એક પરિણીત પુરુષના પ્રેમમાં પડો છો. થોડાં સમય બાદ જ્યારે તમે તેને પૂછશો કે તે પત્નીથી કેમ અલગ નથી થયો? તો તે એવો જવાબ આપશે કે ના, ના બાળકો છે. તમે આ વાત ચલાવી લેશો અને જુઓ પછી આગળ શું થશે? તમે વિચારો છો કે ક્યારેક તો આ દિવસ આવશે. તમે છાનામાના એને મળવાની શરૂઆત કરો છો અને તેની સાથે વેકેશન પર જાવ છો. જોકે, તેના માટે આ ઘણું જ મુશ્કેલ હોય છે, કારણ કે તે ઘરે ખોટું બોલ્યો હોય છે.

ત્યારબાદ તમે તેને સાથે રાત પસાર કરવાનું કહો છો અને તમે હોટલમાં જઈને રાત પસાર કરો છો. પછી તમે તેની સાથે વધુ રાતો પસાર કરવા માગો છો અને અંતે તમે તેની સાથે લગ્ન કરવા ઈચ્છો છો. તમે તેને ડિવોર્સ લેવા માટે સતત દબાણ કરો છો પરંતુ તે તમને થોડો સમય રાહ જોવાનું કહે છે અને એમ કહે છે કે આ સરળ નથી, સંપત્તિ છે, બેંક અકાઉન્ટ્સ છે, વગેરે વગેરે. હવે, તમે ઘણાં જ દુઃખી અને નાસીપાસ થઈ જાઓ છો અને તમને ખ્યાલ નથી આવતો કે તમારે શું કરવું જોઈએ? અનેકવાર તમારા મનમાં આ વાત આવે છે કે આ આટલું બધું કોમ્પલિકેટેડ છે કે તેને છોડી દઉં. તો એ પણ વિચારે છે કે તે પણ તમને છોડી દે.

નીના ગુપ્તાએ વીડિયોના અંતે એ વાત કહી હતી, તમે ક્યારેય આ બધામાં પડશો નહીં. ક્યારેય પરિણીત પુરુષના પ્રેમમાં ના પડશો. હું એક પરિણીત પુરુષના પ્રેમમાં પડી ચૂકી હતી અને મેં સહન કર્યું છે. આથી જ આજે હું મારા ફ્રેન્ડ્સને કહું છું. તમે પ્રયાસ કરો કે આવું ના થાય.

આ વીડિયોના માધ્યમથી નીનાએ બહુ જ સરળતાથી પોતાની વાત કરી છે. પરંતુ નીનાએ જે રીતે આ વાત કહી છે કે, તે તેનુ વધુ એક બોલ્ડ પગલુ કહી શકાય. હવે નીના 60 વર્ષના થઈ ચૂક્યા છે અને સોશિયલ મીડિયા પર સતત એક્ટિવ રહે છે. નીના હાલ ઉત્તરાખંડમાં રજા વિતાવી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.