ETV Bharat / sitara

સુશાંતના નિધનથી મહેન્દ્રસિંહ ધોની અને તેનો પરિવાર પણ દુખી: નિરજ પાંડે - મહેન્દ્રસિંહ ધોની બાયોપિક

સુશાંત સિંહ રાજપૂતે મહેન્દ્રસિંહ ધોનીની બાયોપિક ' ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી'માં કામ કર્યું હતું. ફિલ્મના નિર્દેશક નીરજ પાંડેએ જણાવ્યું હતું કે સુશાંતના મૃત્યુના સમાચાર સાંભળીને માત્ર મહેન્દ્રસિંહ ધોની જ નહીં પરંતુ તેમનો પરિવાર પણ સદમામાં આવી ગયો છે.

ધોની
ધોની
author img

By

Published : Jun 22, 2020, 10:55 PM IST

મુંબઇ: મહેન્દ્રસિંહ ધોનીની બાયોપિકનું નિર્દેશન કરનાર ફિલ્મ નિર્માતા નીરજ પાંડેએ જણાવ્યું હતું કે અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનાં મોતનાં સમાચાર સાંભળીને ધોનીને મોટો ઝટકો લાગ્યો છે.

'એમએસ ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી' સુશાંતની કારકિર્દીની શ્રેષ્ઠ ફિલ્મ છે. જેમાં તેની ભૂમિકા બદલ તેની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.

નીરજ પાંડેએ તાજેતરમાં જ એક ઇન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યાના સમાચાર સાંભળીને મહેન્દ્રસિંહ ધોની ખૂબ દુ:ખી છે. 14 જૂનના દિવસે સુશાંતે આત્મહત્યા કરી હતી તે જ દિવસે નીરજે ધોનીને ફોન કર્યો હતો અને નીરજે ધોનીને સુશાંતના અવસાન વિશે માહિતગાર કર્યા હતા. જેનાથી માત્ર ધોની જ નહીં પરંતુ તેનો સમગ્ર પરિવાર ખૂબ જ દુખી થયો છે.

આપને જણાવી દઈએ કે ધોનીની બાયોપિકના સમય દરમિયાન સુશાંતે માત્ર ધોની જ નહીં પરંતુ તેના પરિવારના સભ્યો સાથે પણ લાંબો સમય પસાર કર્યો હતો.

નીરજ પાંડેએ એમ પણ કહ્યું હતું કે સુશાંત એ સમયે પોતાને ખૂબ નસીબદાર માને છે કેમકે તેને મહેન્દ્રસિંહ ધોની જેવા મહાન ખેલાડીનું પાત્ર ભજવવા મળ્યું હતું. આ માટે સુશાંતે પણ ખૂબ મહેનત કરી હતી, જેની ખુદ ધોનીએ ઘણી વખત પ્રશંસા કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.