- અભિનેતા દિલીપ કુમાર હોસ્પિટલમાં દાખલ
- શ્વાસ લેવામાં તકલીફ થતા ICUમાં દાખલ
- અબિનેત્રી સાયરા બાનુ દ્વારા ચાહકોને અપટેડ અપાઇ
મુંબઇ: બોલિવૂડના દિગ્ગજ અભિનેતા દિલીપ કુમાર (Dilip Kumar) વિશે એક મોટો સમાચાર સામે આવ્યા છે. અભિનેતાને મુંબઈની હિન્દુજા હોસ્પિટલના ICUમાં દાખલ કરવામાં આવ્યા છે. અભિનેતાને શ્વાસ લેવામાં તકલીફ થતા તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. દિલીપ કુમારને સતત તકલીફ વધતા પરિવારજનો દ્વારા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
અભિનેતા દિલીપ કુમાર હોસ્પિટલમાં દાખલ
મળતી માહીતી મુજબ, 98 વર્ષીય અભિનેતાને ગઈકાલે ખાર સ્થિત હિંદુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને હવે તેમની તબિયતમાં સુધારો જોવા મળી રહ્યો છે. તેમને શ્વાસની તકલીફની ફરિયાદ બાદ ગઈકાલે બપોરે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સાવચેતીના પગલા પરિવારજનો દ્વારા તેમને હોસ્પિટલમાં દાખલ કરવાનું નક્કી કર્યું હતું. તેઓ હાલ ICUમાં દાખલ છે, ડોકટરો તેમના સ્વાસ્થ્ય પર સત્તત નજર રાખી રહ્યા છે. "
આ પણ વાંચો : અભિનેતા દિલીપકુમાર(Dilip Kumar)નેે હોસ્પિટલમાંથી આપવામાં આવી રજા
6 જૂનના રોજ પણ શ્વાસની તકલીફ થઇ હતી
દિલીપકુમારને 6 જૂનના રોજ પણ શ્વાસની તકલીફ થતા તેમને આજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે સમયે, તેમના ફેફસાંમાં તકલીફ થઇ હતી. પાંચ દિવસ પછી તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
આ પણ વાંચો : દિલીપ કુમાર (Dilip Kumar) સ્વસ્થ છે, સોશિયલ મીડિયાના સમાચાર પર વિશ્વાસ ન કરોઃ સાઈરા બાનુ
અભિનેત્રી સાયરા બાનુ દ્વારા ચાહકોને દિલીપ કુમાર વિશે અપટેડ
તમને જણાવી દઇએ કે દિલીપકુમારની તબિયત વિશે તેમની પત્ની અને બોલિવૂડ એક્ટ્રેસ સાયરા બાનુ ચાહકોને અપડેટ આપતી રહે છે. અગાઉ, જ્યારે અભિનેતાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને રજા આપવામાં આવી હતી, ત્યારે સાયરા બાનુ દ્વારા તેમના ચાહકોને જાણ કરવામાં આવી હતી. ગયા વર્ષે દિલીપકુમારે તેમના બે નાના ભાઈઓ અસલમ ખાન (88) અને એહસાન ખાન (90) ને ગુમાવ્યા હતા.