ETV Bharat / sitara

દીપિકા પાદુકોણ જેવી છોકરી સાથે લગ્ન કરવા ઇચ્છે છે કાર્તિક, જાણો આ છે કારણ... - દીપિકા પાદુકોણ ન્યૂઝ

કાર્તિક આર્યન સાથે એક લાઇવ સેશન દરમિયાન જ્યારે પૂછવામાં આવ્યું કે, તે કેવી છોકરી સાથે લગ્ન કરવા ઇચ્છે છે તો તેમણે જણાવ્યું કે, તે દીપિકા પાદુકોણ જેવી છોકરી સાથે લગ્ન કરવા ઇચ્છે છે. તેની પાછળનું કારણ જણાવતા અભિનેતાએ કહ્યું કે, કોઇ એવી કે જે પોતાના પતિ પર ગર્વથી શોઓફ કરે.

Etv Bharat, Gujarati News, Bollywood News, Deepika shares Cannes throwback video
Deepika shares Cannes throwback video
author img

By

Published : Jun 5, 2020, 1:29 PM IST

મુંબઈ: બૉલિવૂડ અભિનેતા કાર્તિક આર્યને એક લાઇવ સેશન દરમિયાન જણાવ્યું કે, દીપિકા પાદુકોણ જેવી છોકરી સાથે લગ્ન કરવા ઇચ્છે છે. અભિનેતાએ તેની પાછળનું કારણ પણ જણાવ્યું હતું.

એક લીડિંગ પોર્ટલ દ્વારા કરવામાં આવેલા લાઇવ સેશનમાં વાત કરતા કાર્તિકને પૂછવામાં આવ્યું કે, કે કેવી છોકરી સાથે લગ્ન કરવા ઇચ્છે છે, ત્યારે તેના જવાબમાં અભિનેતાએ કહ્યું કે, 'હું દીપિકા પાદુકોણ જેવી છોકરી સાથે લગ્ન કરવા ઇચ્છું છું.' તેમણે કહ્યું કે, 'કોઇ એવી જે પોતાના પતિ પર ગર્વથી શોઓફ કરે.'

વધુમાં જણાવીએ તો દીપિકા અને રણવીર સિંહે 2018માં લગ્ન કર્યા હતા. બંને ઘણીવાર સોશિયલ મીડિયામાં એકબીજાના ફોટાઓ શેર કરતા રહે છે. જે બાદ કાર્તિકને જ્યારે પૂછવામાં આવ્યું કે, તે કૈટરીના કૈફની સાથે સ્ક્રીન ક્યારે શેર કરશે તો તેમણે કહ્યું કે, જો કે, હું દીપિકા પાદુકોણની સાથે પણ સારો લાગુ છું. તો શું તમને અમારી પેયરિંગ ગમશે?

વધુમાં કાર્તિકે હાલમાં જ પોતાનો એક ફોટો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો હતો અને પોતાના ફેન્સને પૂછ્યું હતું કે, શું તેમને શેવ કરવી જોઇએ કે નહીં. તેના પર દીપિકાએ જવાબ આપતા કહ્યું કે, તેમણે તેમ કરવું જોઇએ.

મહત્વનું છે કે, ગત્ત વર્ષે જ્યારે કાર્તિક આર્યનની ફિલ્મ 'પતિ, પત્ની ઔર વો' રિલીઝ થઇ હતી, ત્યારે દીપિકા પાદુકોણે કાર્તિક આર્યનને ફિલ્મના ગીતનો હુક સ્ટેપ શીખાવવા માટે કહ્યું હતું અને બંનેનો એક વીડિયો પણ સામે આવ્યો હતો, જેમાં તેઓ ફિલ્મના ગીત પર હુક સ્ટેપ કરતા જોવા મળ્યા હતા.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો કાર્તિક 'ભૂલ ભુલૈયા 2'માં જોવા મળશે. આ ફિલ્મમાં તેમની ઓપોઝિટ કિયારા અડવાણીને કાસ્ટ કરવામાં આવી છે. કાર્તિક કરણ જોહરની 'દોસ્તાના 2'માં પણ મહત્વની ભુમિકામાં જોવા મળશે. આ ફિલ્મમાં જાન્હવી કપૂર પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.