મુંબઈ: આજકાલ ફિલ્મજગતમાં એવી ચર્ચા ચાલી રહી છે કે, ફિલ્મ '83'ના પ્રોડ્યુસર, રિલાયન્સ એન્ટરટેઇન્મેન્ટ ગૃપના સીઈઓ શિબાશિષ સરકારનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ફિલ્મજગતમાં એવી ચર્ચાઓ ચાલી રહી છે કે, હવે આ ફિલ્મનું પોસ્ટ પ્રોડક્શન અભિનેત્રી દીપિકા પાદુકોણ સંભાળશે. પરંતુ આ વાત માત્ર એક અફવા સાબિત થઇ છે.
'83'ની ટીમ સાથે જોડાયેલા સૂત્રોએ જણાવ્યા મુજબ, ''કોરોના મહામારીના આ સમયમાં અફવાઓ પર ધ્યાન આપવા કરતા આપણે એકબીજાના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવી જોઈએ. દીપિકા પાદુકોણ આ ફિલ્મનો એક અભિન્ન ભાગ છે. પરંતુ જ્યારે કબીર ખાન જેવા એક સફળ નિર્દેશક પોસ્ટ પ્રોડક્શન પર ધ્યાન આપી રહ્યા હોય ત્યારે અન્ય કોઈએ કશું જ કરવાની જરૂર નથી.''