ન્યૂઝ ડેસ્ક: દીપિકા પાદુકોણ તેની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ 'ગહરાઇયાં' ને કારણે ચર્ચામાં છે. ફિલ્મમાં દીપિકાના પાત્રની ખૂબ પ્રશંસા થઈ રહી છે. આ ફિલ્મ દર્શકોને ખુબ જ પસંદ આવી છે અને તેના બદલામાં ફિલ્મની આખી ટીમે સક્સેસ પાર્ટી પણ કરી હતી. આ સંદર્ભે એક ઇન્ટરવ્યુ દરમિયાન, દીપિકાએ શોકિંગ ખુલાસો કર્યો (Deepika padukone Brest Surgery) છે. દીપિકાએ કહ્યું કે, 'મને સૌથી સારી સલાહ શાહરુખ ખાન પાસેથી મળી હતી. હજુ ખાસ વાત તો બાકી છે. વાંચો વધુ..
દીપીકાની આ ખાસ વાત જાણો
દીપિકા પાદુકોણને એક ઈન્ટરવ્યુમાં પૂછવામાં આવ્યું કે, તેને અત્યાર સુધીની સૌથી સારી અને ખરાબ સલાહ કઇ મળી છે? દીપિકાએ કહ્યું, 'મને સૌથી સારી સલાહ શાહરુખ ખાન પાસેથી મળી હતી અને મને તેમની પાસેથી ઘણું શીખવા મળ્યું છે. તેણે મને કહ્યું કે, તમને જેની સાથે મજા આવે છે, તેની સાથે હંમેશા કામ કરો, કારણ કે જ્યારે તમે ફિલ્મ બનાવો છો, ત્યારે તમે જીવનની પણ મજા માણો છો ઉપરાંત, તમે કેટલીક યાદો પણ બનાવો છો. સાથે જ ઘણો અનુભવ મળે છે..
આ પણ વાંચો: સલમાન ખાને પૂજા હેગડે સાથે કરી આ હરકત, લોકોએ કર્યો ટ્રોલ
જાણો ખરાબ સલાહ વિશે
ખરાબ સલાહ અંગે દીપિકાએ કહ્યું, 'મને સૌથી ખરાબ સલાહ બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ (Deepika padukone Brest Implant) વિશે મળી હતી, ત્યારે હું માત્ર 18 વર્ષની (Deepika Padukon Bad advice received at age 18) હતી. આ સાથે જ દીપિકા કહે છે કે, મને આશ્ચર્ય થાય છે કે, મેં આ વાતને ક્યારેય ગંભીરતાથી કેમ ન લીધી'.
જાણો દીપિકાના ફિલ્મ કરિયર વિશે
દીપિકાના ફિલ્મ કરિયર અંગે વાત કરીએ તો તેણે વર્ષ 2007માં ફિલ્મ 'ઓમ શાંતિ ઓમ'થી ડેબ્યૂ કર્યું હતું. તેણે શાહરૂખ ખાનની ફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. તમને જણાવી દઈએ કે, તે સમયે દીપિકાની ઉંમર 21 વર્ષની હતી. દીપિકાએ પોતાના કરિયરમાં ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે, જેમાં 'યે જવાની હૈ દીવાની', 'ચેન્નઈ એક્સપ્રેસ', 'હેપ્પી ન્યૂ યર', 'બાજીરાવ મસ્તાની' અને 'રામ લીલા' જેવી સુપરહિટ ફિલ્મોનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: મોડ્લ સિધિકા શર્માની આ હોટ તસવીરો જાયો વગર રહી જ નહી શકો..