મુંબઈ: બોલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણે વૈશ્વિક કોરોના વાયરસ સંક્રમણને ધ્યાનમાં લઇ પેરિસ ફેશન વીકમાં સામેલ થવાની પોતાની યોજના રદ્દ કરી દીધી છે. તેમણે પેરિસમાં ચાલી રહેલા ફેશન વીકમાં જવાની ના પાડી છે.
અભિનેત્રી જેમણે લુઈ વીટોન દ્વારા આયોજિત લગ્ઝરી ફેશન શૉ પેરિસ વીકમાં સામેલ થવા માટે આમંત્રણ મોકલ્યુ હતું. જે 3 માર્ચ સુધી યોજાવવાનું છે. જેમાં સામેલ થવાની અભિનેત્રીએ ના પાડી છે. કારણ કે, કોરોના વાયરસ સંક્રમણના કેસ વિદેશમાં સતત વધી રહ્યાં ચે.
દીપિકાની ઓફિશિયલ સ્પોકપર્સને જાણકારી આપતા કહ્યું કે, દીપિકા પાદુકોણ લુઈ વીટૉનની ફેશન વીક 2020શો માં સામેલ થવાની હતી, પરંતુ કોરોના વાયરસના દુનિયાભરથી આવનાર સમાચારોને કારણે ટ્રિપ રદ્દ કરી છે, કારણ કે, હવે કોરોના વાયરસ ફાંસમાં પણ પહોચી ચૂક્યો છે.
અભિનેત્રીના વર્કફ્રન્ટની વાત કરીએ તો, તે આગામી સ્પોટર્સ-ડ્રામા ફિલ્મ 83માં રોમી દેવીનું પાત્ર ભજવતી જોવા મળશે. ફિલ્મ 83ની કહાણી કપિલ દેવ અને તેમની 1983ની ક્રિકેટ ટીમ વિશે છે. જેમાં ભારતને ક્રિકેટમાં પ્રથમ વર્લ્ડ કપ અપાવ્યો હતો. રણવીર સિંહ ફિલ્મમાં કપિલ દેવના પાત્રમાં છે. તો તેની કબીર ખાન દ્વારા નિર્દિશત અને રિલાયન્સ એન્ટરટેન્મેન્ટ દ્વારા નિર્મિત ફિલ્મ 10 એપ્રિલના રોજ થનારી છે.
આ સિવાય અભિનેત્રી હોલીવુડ ફિલ્મ ધ ઈંટર્નના બોલીવુડ રીમેકમાં નજર આવશે. રૉબર્ટ ડી નીરો અને એની હૈથવે સ્ટારર હિટ કૉમેડી ફિલ્મની રીમેક દીપિકા એનીના રોલ કરી રહી છે અને ઋષિ કપૂર રૉબર્ટના કૈરેક્ટરને રજૂ કરશે. આ ફિલ્મ 2021માં રિલીઝ થશે.