મુંબઈઃ કોરોના વાઈરસના વધતા સંક્રમણને લઈ કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉનનો સમય 14 એપ્રિલથી 3 મે સુધી વધારવામાં આવ્યો છે. લોકડાઉન દરમિયાન ઘરમાં બેઠેલા લોકોને મનોરંજન પુરૂ પાડવા દુરદર્શને નવી ચેનલ ડીડી રેટ્રો લોન્ચ કરવામાં આવી છે. જેના પર લોકપ્રિય સિરિયલો પ્રસારિત કરવામાં આવશે.
લોકડાઉન દરમિયાન ઘરે બેઠેલા લોકોને મનોરંજન પુરૂ પાડવા માટે સરકારી પ્રસારણ સેવા (પબ્લિક બ્રોડકાસ્ટ)એ ડીડી રેટ્રો ચેનલ લોન્ચ કરી છે. મજાની વાત એ છે કે, આ ચેનલ જુની યાદોને તાજી કરશે. ફરી એકવાર તમારા માટે તે બધા જૂના શો રજૂ કરશે, જે તમારું બાળપણ હોઈ શકે છે.
-
To relive the nostalgia of your favourite memorable serials of Doordarshan, watch @RetroDD pic.twitter.com/7KEz9YYhYc
— DD RETRO (@RetroDD) April 14, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">To relive the nostalgia of your favourite memorable serials of Doordarshan, watch @RetroDD pic.twitter.com/7KEz9YYhYc
— DD RETRO (@RetroDD) April 14, 2020To relive the nostalgia of your favourite memorable serials of Doordarshan, watch @RetroDD pic.twitter.com/7KEz9YYhYc
— DD RETRO (@RetroDD) April 14, 2020
14 એપ્રિલે ડીડી રેટ્રોએ ટ્વિટ કરી લખ્યું હતું કે, "દૂરદર્શનની તમારી પસંદીદા સિરિયલોની યાદગાર પળોને જીવવા @ રેટ્રોડીડી જુઓ."
ડીડી રેટ્રો હાલમાં તમામ કાર્યક્રમોનું પ્રસારણ કરી રહ્યા છે. જે દૂરદર્શન પર બતાવવામાં આવી રહ્યા છે. જેમ કે 'મહાભારત' દર સોમવારથી શુક્રવાર 13 એપ્રિલના રોજ સાંજે 8 વાગ્યે પ્રસારણ કરવામાં આવે છે. 'ચાણક્ય'નું પ્રસારણ સોમવારથી શુક્રવારે રાત્રે 9 વાગ્યે કરવામાં આવી રહ્યું છે. તે જ સમયે 'ઉપનિષદ ગંગા'નું પ્રસારણ સવારે 9 વાગ્યે થઈ રહ્યું છે.