ગુજરાતી રો સ્ટાર એવા દર્શન રાવલ ફરીથી વરસાદના વિષય પર એક રોમેન્ટીક ગીત લઇને આવ્યાં છે, આ પહેલા પણ તેઓએ "પહેલો વરસાદ" અને "બારીશ લેતે આના" જેવા 'વરસાદ'ને
લગતા ગીતો રજુ કરી ચૂક્યા છે.
આ અંગે દર્શન રાવલે જણાવ્યું હતું કે, "વરસાદની ઋતુ દરમિયાન ગીત રિલીઝ કરવું એ મારા માટે એક આદર્શ બની ગયું છે". તમને જણાવી દઇએ કે, દર્શન રાવલે વર્ષ 2015થી લઇને દર વર્ષે વરસાદને લઇ એક ગીત રીલીઝ કર્યુ છે. આ વર્ષે પણ તેઓ 'હવા બન કે' ગીત લઇને આવી રહ્યાં છે.
તો અંગે દર્શને વધુમાં જણાવ્યું હતું કે, વર્ષ 2015 બાદ આ મારૂ પાંચમુ ગીત છે, જે મે ચોમાસા દરમિયાન રિલીઝ કર્યુ છે. "મને આશા છે કે દર્શકોને 'હવા બનકે' એટલું જ ગમશે જેટલું તેઓને મારા પહેલા ગીત ગમ્યા હતા. હું આવનારા દિવસોમાં મારા દર્શકોને યાદગાર રહે તેવા ગીત રજૂ કરીશ."
ઉલ્લેખનીય છે કે, દર્શને બોલીવુડમાં 'જબ તુમ સોચો', 'ખીંચ મેરી ફોટો', 'છોગાડા', 'કમરીયા' અને 'એક લડકી કે દેખા તો એસા લગા' જેવા ગીતો ગાઇ ચૂક્યો છે.
તો દર્શનનું "હવા બનકે" ગીત ઇન્ડી મ્યુઝિકે તેની ઓફિશીયલ યુ-ટ્યુબ ચેનલ પર રિલીઝ કર્યુ છે.