ETV Bharat / sitara

બોલીવુડ અભિનેતા સોનૂ સૂદે કર્યો ખતરનાક સ્ટંટ, વિડીયો શેર કરતા આપી ખાસ ચેતવણી - Instagram

સોનૂ સૂદે તેમના ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયો ક્લિપ શેર કરી છે જેમાં તેઓ 'વૉલ કિક અપ્સ ક્રોસફિટ' કરતા જોવા મળી રહ્યા છે. જમીન પર ડમ્બલ્સ રાખેલા છે જેને પકડીને તેઓ પહેલા દિવાલના લહેરા ઊંધા ઉભા રહે છે. સોશિયલ મીડિયા પર અત્યારે આ વિડીયો ઘણો જ વાયરલ થઈ રહ્યો છે અને ફેન્સ સોનૂનો આ વિડીયો જોઇને તેમની ફિટનેસની પ્રશંસા કરી રહ્યા છે.

sonu
બોલીવુડ અભિનેતા સોનૂ સૂદે કર્યો ખતરનાક સ્ટંટ, વિડીયો શેર કરતા આપી ખાસ ચેતવણી
author img

By

Published : Sep 5, 2021, 9:56 AM IST

  • સોનુ સુદનો એક વીડિયો વાયરલ
  • સોનુ સુદના વર્કઆઉટનો વીડિયો વાયરલ
  • વીડિયો સાથે સોનુ સુદે આપી ચેતવણી

ન્યુઝ ડેસ્ક: કોરોનાકાળમાં જરૂરિયાતમંદોની મદદ કરનારા સોનૂ સૂદને લોકો 'ગરીબોના મસીહા' કહી રહ્યા છે. તેઓ એક દયાળુ હ્રદયવાળા માણસ છે જે લોકોના દિલમાં રાજ કરે છે. ફિલ્મોની સાથે જ સોનૂ સૂદ ફિટનેસમાં પણ હિટ છે. સોનૂ પોતાની ફિટનેસ જાળવી રાખવા માટે કલાકો સુધી જીમમાં પરસેવો પાડે છે. તેઓ પોતાના હેવી વર્કઆઉટ રૂટીનનો વિડીયો અવારનવાર ફેન્સ સાથે શેર કરતા રહે છે. સોનૂ સૂદેના ફક્ત પોતાની ઉદારતાથી લોકોને ઇન્સપાયર કર્યા છે, પરંતુ તેમનું ફિટનેસ રૂટીન પણ લોકોને મોટિવેટ કરે છે.

ફેન્સ સોનૂનો સ્ટેમિના જોઇને ચોંક્યા

સોનૂ બોલીવૂડના એક એવા અભિનેતા છે જેમના માટે ફિટનેસ પ્રાયોરિટી લિસ્ટમાં આવે છે. ઘણીવાર તેઓ આ વાત પોતાના ઇન્ટવ્યૂમાં જણાવી ચૂક્યા છે. હાલમાં જ સોનૂ સૂદે ઇન્સ્ટાગ્રામ પર ફેન્સની સાથે પોતાનો એક વર્કઆઉટ વિડીયો શેર કર્યો છે, ત્યારબાદ કેટલાક તેમનો સ્ટેમિના જોઇને ચોંકી ગયા છે તો કેટલાક સોનૂની ફિટનેસની ભરપૂર પ્રશંસા કરી રહ્યા છે. ઇલેક્ટ્રોનિક એન્જિનિયરિંગ કર્યા બાદ ફિલ્મોમાં પોતાનો હાથ અજમાવનારા સોનૂ સૂદની ફિટનેસ જોઇને કોઈપણ તેમના પર ફિદા થઈ શકે છે.

આ પણ વાંચો : Tokyo Paralympics 2020: નોઇડાના ડીએમ સુહાસ યથિરાજે બેડમિન્ટનની ફાઇનલમાં સિલ્વર મેડલ જીત્યો

ઇન્સ્ટાગ્રામ પર વિડીયો શેર કર્યો

તાજેતરમાં જ સોનૂ સૂદે તેમના ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયો ક્લિપ શેર કરી છે જેમાં તેઓ 'વૉલ કિક અપ્સ ક્રોસફિટ' કરતા જોવા મળી રહ્યા છે. જમીન પર ડમ્બલ્સ રાખેલા છે જેને પકડીને તેઓ પહેલા દિવાલના સહારે ઊંધા ઉભા રહે છે. આ વર્કઆઉટ જેટલું જોવામાં મુશ્કેલ લાગી રહ્યું છે હકીકતમાં આને કરવું તેનાથી પણ વધારે મુશ્કેલ છે.

આ પણ વાંચો : IRCTC Ramayan Yatra Train: ભક્તો માટે સારા સમાચાર, રેલવેએ શરૂ કરી રામાયણ યાત્રા ટ્રેન

સોનૂએ લખ્યું- આ સ્ટંટ ઘણો જ ખતરનાક છે

સોનૂ સૂદે પોતાનો આ વિડીયો શેર કરતા કેપ્શનમાં લખ્યું છે કે, 'આ સ્ટંટ ખતરનાક છે, આ કારણે કોઈપણ પ્રોપર ટ્રેનિંગ વગર આને કરવાનો પ્રયત્ન ના કરતા.' સોનૂ સૂદના આ વિડીયો પર ફક્ત 58 મિનિટમાં 8 લાખ 30 હજારથી વધારે વ્યૂઝ મળી ચૂક્યા છે અને 4 હજારથી વધારે કૉમેન્ટ આવી ચૂકી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.