- અભિનેતા અમિતાભ બચ્ચને બનાવ્યુ કોવિડ કેર સેન્ટર
- કોવિડ કેરમાં 25 બેડની સુવિધા ઉપલબ્ધ
- બેડ સાથે ઓક્સિઝન સુવિધા પણ ઉભી કરાઈ
મુંબઈઃ અભિનેતા અમિતાભ બચ્ચનની સહાયથી તૈયાર કરાયેલ કોવિડ -19 કેર સેન્ટર મંગળવારથી શરૂ કરાયું હતું. આ કેન્દ્રમાં કુલ 25 બેડ છે અને તેમાં ઓક્સિજન સુવિધા પણ છે. ફિલ્મ નિર્માતા આનંદ પંડિતે આ માહિતી આપી છે.
પંડિતે કહ્યું હતું કે, બચ્ચને જુહુના ઋતુંભરા વિશ્વ વિદ્યાપીઠ કેન્દ્રને તેની તૈયારીને લગતા જરૂરી ઉપકરણો અને અન્ય જરૂરી ચીજો પૂરી પાડી છે.
આ પણ વાંચોઃ જરૂરિયાતમંદોને મફતમાં કોરોના રસી મળવી જોઈએ : સોનુ સૂદ
ફિલ્મ નિર્માતા આનંદ પંડિતે માહિતી આપી
ફિલ્મ 'ચેહરે'માં બચ્ચન સાથે કામ કરનારા પંડિતે એક નિવેદનમાં જણાવ્યું છે કે, '18 મેના રોજ સવારે 10 વાગ્યાથી આ કેન્દ્ર કાર્યરત કરવામાં આવ્યું છે. બચ્ચને આ કેન્દ્રને સાધનસામગ્રી અને અન્ય માળખાગત વસ્તુઓ આપી છે. આ કેન્દ્રને BMC ની જરૂરી પરવાનગી મળી છે. 16 મેના રોજ બચ્ચને પોતાના બ્લોગમાં કહ્યું હતું કે 25 પથારીનું કોવિડ કેર સેન્ટર મંગળવારથી શરૂ કરવામાં આવશે.
બિગ-બી એ કોરોના સામેની લડતમાં 15 કરોડ રૂપિયા દાન કર્યા
અમિતાભ બચ્ચને કોરોના વાઈરસ સંક્રમણ સામેની લડતમાં દેશને આશરે 15 કરોડ રૂપિયા દાન આપ્યા છે, જેમાં દિલ્હીમાં ગુરુદ્વાર રકાબ ગંજ સાહિબમાં શ્રી ગુરુ તેગ બહાદુર કોવિડ કેર સેન્ટર અને બાંગ્લા સાહેબ ગુરુદ્વારા તપાસ કેન્દ્રને આપવામાં આવેલાં ભંડોળ પણ સમાવિષ્ટ છે.
આ પણ વાંચોઃ સોનુ સૂદે તેના નામે બનાવટી દાન અંગે લોકોને ચેતવણી આપી
ચક્રવાતને લઈ બ્લોગ પોસ્ટ કર્યુ
આ દરમિયાન બચ્ચને સોમવારે રાત્રે એક બ્લોગ પોસ્ટમાં જણાવ્યું હતું કે, રવિવારે રાત્રે મુંબઈમાં ચક્રવાતને કારણે આવેલા પૂરથી પરા જુહુમાં ઓફિસ જનકમાં પાણી ભરાયા ગયા હતા.
તેમણે લખ્યું હતું કે, ચક્રવાતની વચ્ચે એક વિચિત્ર પ્રકારની મૌન છે… જનક કાર્યાલયમાં પાણી ભરાઈ ગયુ અને ચોમાસાના વરસાદથી બચવા માટે મુકેલી પ્લાસ્ટિકની શીટ લગાવી હતી એ પણ ફાટી ગઈ હતી.