મુંબઈઃ કોરોનાની વાયરસની મહામારીને લીધે શાળા, કૉલેજો સહિત વિવિધ મહત્વના કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. આ સાથે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ 19 માર્ચથી 31 માર્ચ સુધી તમામ શૂટિંગ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ઈન્ડિયન મોશન પિક્ચર્સ પ્રોડયુસર્સ અસોસિએશન દ્વારા યોજવામાં આવેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
હાલ દેશ અને દેશની બહાર ફિલ્મ અને ટીવી સિરિયલના શૂટિંગ ચાલી રહ્યાં છે. 15 માર્ચ એટલે કે રવિવારે બધા મેકર્સને ત્રણ દિવસનો સમય આપવામાં આવ્યો છે. જેથી ત્રણ દિવસમાં તે શૂટિંગનુ પેક-અપ કરી શકે. 19 માર્ચથી કોઈ પણ મેકર્સ શૂટિંગ કરી શકશે નહી.