ETV Bharat / sitara

અભિનેત્રીના જન્મદિવસ પર બાળપણનો ફોટો વાયરલ થયો, આ અભિનેત્રી છે કોણ..? - Bollywood

બોલીવૂડની અભિનેત્રી કરીના કપૂર ખાન 21 સપ્ટેમ્બરે પોતાનો 41મો જન્મદિવસ ઉજવી રહી છે. સેલિબ્રિટી અને ફેન્સે કરીનાને સોશિયલ મીડિયા પર અલગ અલગ રીતે જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહ્યાં છે. કરીનાની બહેન કરિશ્મા કપૂરે પોતાની નાની બહેનને ખાસ જન્મદિવસની શુભેચ્છા પાઠવીને સૌને ચોંકાવી દીધાં હતાં.

અભિનેત્રીના જન્મદિવસ પર બાળપણનો ફોટો વાયરલ થયો, આ અભિનેત્રી છે કોણ..?

author img

By

Published : Sep 22, 2021, 9:26 AM IST

  • કરીના કપૂર ખાને 21 સપ્ટેમ્બરે પોતાનો 41મો જન્મદિવસ ઉજવ્યો
  • કરિશ્મા કપૂરે કંઈક અલગ રીતે જન્મદિવસની શુભેચ્છા પાઠવતાં બેબોની પણ ચાર આંખ થઈ ગઈ હતી.
  • નાનપણની તસવીર શેર કરી આપી શુભેચ્છા

ન્યૂઝ ડેસ્કઃ બોલીવૂડની બેબો એટલે કરીના કપૂર ખાન 21 સપ્ટેમ્બરે પોતાનો 41મો જન્મદિવસ ઉજવી રહી છે. સેલિબ્રિટી અને ફેન્સે તેને સોશિયલ મીડિયા પર અલગ અલગ રીતે જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહ્યાં છે. તે દરમિયાન બહેન કરિશ્મા કપૂરે નાની બહેનને ખાસ જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. કરિશ્મા કપૂરે કંઈક અલગ રીતે જન્મદિવસની શુભેચ્છા પાઠવતાં બેબોની પણ ચાર આંખ થઈ ગઈ હતી.

આ પણ વાંચો :દીપિકા પાદુકોણ પીવી સિંધુ સાથે બેડમિન્ટન રમી, ફેન્સ બોલ્યાં બાયોપિક આવી રહી છે કે શું?

જન્મદિવસની શુભેચ્છા પાઠવવા માટે થ્રોબેક ફોટોનો ઉપયોગ કર્યો

કરિશ્મા કપૂરે કરીનાને જન્મદિવસની શુભેચ્છા પાઠવવા માટે થ્રોબેક ફોટોનો ઉપયોગ કર્યો હતો અને કરીનાને દુનિયાની બેસ્ટ બહેન કહ્યું હતું. કરિશ્મા કપૂરે કરીના અને તેની બાળપણનો ફોટો શેર કરીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. બન્ને બહેનો ફોટામાં હસતી જોવા મળી રહી છે. કરિશ્માના ઇન્સ્ટાગ્રામ પર આ થ્રોબેક પિક શેર કરતા તેણે કરીના કપૂર ખાનને જન્મદિવસની શુભેચ્છા પાઠવી અને કેપ્શન લખ્યું, 'હું હંમેશા તમારી સાથે રહીશ, વિશ્વની સૌથી પ્રેમાળ બહેનને જન્મદિવસની શુભકામનાઓ. તેણે આગળ લખ્યું, 'હું તને સૌથી વધુ પ્રેમ કરું છું'.

આ પણ વાંચો :એવુ તો શું બન્યું કે રિતેશ દેશમુખને જિમ ટ્રેનર સામે હાથ જોડવા પડ્યા

બોલીવૂડની દુનિયા અને ચાહકોની શુભકામનાઓ

આ થ્રોબેક તસવીરોને સોશિયલ મીડિયા પર ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યાં છે. સાથે જ રણવીરસિંહ, પ્રિયંકા ખન્ના, સબા અલી ખાન, મનીષ મલ્હોત્રા, કનીકા કપૂર કોમેન્ટ કરીને જન્મદિવસના મુબારકબાદ કહ્યાં છે અને ફેન્સ પણ કોમેન્ટ કરીને જન્મદિવસની શુભકામનાઓ આપી રહ્યાં છે. કરિશ્મા કપૂરે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક ફોટો પણ શેર કર્યો છે, જેમાં બંને બહેનો ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે. ફોટામાં કરીના કપૂર ખાને પિંક કલરનો સ્વેટશર્ટ અને જીન્સ પહેરેલાં જોવા મળે છે. આ સાથે જ કરિશ્મા કપૂર ગ્રે કલરના સ્વેટ શર્ટ અને બ્લેક કલર પ્લાઝોમાં પોઝ આપતી જોવા મળી રહી છે. કરિશ્મા કપૂર અને કરીના કપૂર ખાન બહેનોની સાથે સાથે સારા મિત્રો પણ છે. બંને ઘણીવાર મોજમસ્તી કરતાં અને સાથે ફરતાં જોવા મળે છે. નાનપણની તસવીર શેર કરી આપી શુભેચ્છા બોલીવૂડ જગતમાંથી જન્મદિવસની અઢળક શુભેચ્છાઓ મળીતસવીરમાં બન્ને અભિનેત્રીઓ સારા મિત્રો પણ છે

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.