ETV Bharat / sitara

લોકડાઉનમાં સેલિબ્રીટીઝ કરી રહ્યા છે વર્ચ્યુઅલ પાર્ટી - લોકડાઉનમાં સેલિબ્રીટીઝ કરી રહ્યા છે વર્ચ્યુઅલ પાર્ટી

લોકડાઉનમાં પોતાના ઘરે જ સમય વિતાવી રહેલા સેલિબ્રીટીઝ સતત કોઇને કોઇ પ્રવૃત્તિ કરી રહ્યા છે. સોશિયલ ડિસ્ટન્સિંગનું ધ્યાન રાખવાની સાથે જ આ સેલિબ્રીટીઝ પોતપોતાના ઘરમાં વર્ચ્યુઅલ પાર્ટી કરતા જોવા મળી રહ્યા છે.

લોકડાઉનમાં સેલિબ્રીટીઝ કરી રહ્યા છે વર્ચ્યુઅલ પાર્ટી

author img

By

Published : May 12, 2020, 6:51 PM IST

મુંબઇ: જો આ લોકડાઉનમાં તમને પાર્ટી કરવાનું મન થાય પણ લોકડાઉન અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ ધ્યાન રાખવાનું હોય તો તમે રિચા ચઢ્ઢા, રિહાના અને મારિયા કેરી પાસેથી થોડી ટીપ્સ લઈ શકો છો, લોકડાઉનના માહોલમાં પણ પાર્ટીનો આનંદ લઇ રહ્યા છે.

લોકડાઉનમાં ઓટીટી પ્લેટફોર્મ પર ઉપલબ્ધ ટીવી સિરિયલો, મૂવીઝ અને વેબ સિરીઝ એ બોરડમનો એક સારો ઉપાય છે પરંતુ વર્ચ્યુઅલ પાર્ટીનું આયોજન કરીને પણ તમે મનોરંજન કરી શકો છો.

સિંગર રિહાનાએ તાજેતરમાં સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર તેની બ્રાન્ડ ફેન્ટીની પહેલી સોશિયલ ક્લબ હોસ્ટ કરી હતી. તેણે પોતાના ચાહકો સાથે ઓનલાઇન વાત કરી હતી અને આ દરમિયાન તેના કેટલાક ડીજે મિત્રો દ્વારા તેના ચાહકો માટે કેટલાક ગીતો પણ વગાડવામાં આવ્યા હતા.

સિંગર મારિયા કેરી પોતાના બાળકોને લોકડાઉનની અસરોથી દૂર રાખવા માંગે છે અને આ માટે તેણે તેમના જન્મદિવસની ઉજવણીમાં કોઇ કચાશ રહેવા દીધી ન હતી.

દિવંગત પીઢ અભિનેતા અમરીશ પુરીના પૌત્ર વર્ધન પુરીએ લોકડાઉન દરમિયાન તેનો જન્મદિવસ ખૂબ જ ખાસ રીતે ઉજવ્યો.

વર્ધનએ જણાવ્યું, "આશ્ચર્યજનક વાત એ છે કે, લોકડાઉન હોવા છતા પણ આ જન્મદિવસ સૌથી ખાસ રહ્યો. મારી બહેન અને બેસ્ટ ફ્રેન્ડ દ્વારા એક ખાસ ઝૂમ કોલ યોજવામાં આવ્યો, જે આશ્ચર્યજનક હતું અને તેમાં મારા 40 જેટલા નજીકના મિત્રો જોડાયા. મેં તેમની સામે કેક કાપીને દરેકને વર્ચ્યુઅલ રીતે ખવડાવ્યો. હું ખૂબ જ લાગણીશીલ થઈ ગયો હતો."

અભિનેતા અલી ફઝલ અને અભિનેત્રી રિચા ચઢ્ઢાએ પણ તાજેતરમાં એક વર્ચ્યુઅલ પાર્ટીમાં ભાગ લીધો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.