ETV Bharat / sitara

સુશાંતસિંહ આત્મહત્યા કેસ: CBI આજે નવી FIR દાખલ કરી શકે છે

સુશાંતસિંહ આત્મહત્યા કેસની તપાસની જવાબદારી મળતાં જ સીબીઆઈ આ કેસ અંગે સક્રિય થઈ ગઈ છે. આ કેસને લગતા દસ્તાવેજો મળ્યા બાદ સીબીઆઈ આજે નવી એફઆઈઆર દાખલ કરી શકે છે.

રક
પર
author img

By

Published : Aug 6, 2020, 1:05 PM IST

પટના: સુશાંતસિંહ આત્મહત્યા કેસમાં સીબીઆઈ તપાસને કેન્દ્ર સરકારે મંજૂરી આપ્યા બાદ સીબીઆઈ આ કેસ પર સક્રિય થઈ ગઈ છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, બુધવારે સીબીઆઈ એફઆઈઆર નોંધશે અને તપાસ શરૂ કરશે.

સીબીઆઈને સુશાંતસિંહ સાથે સંબંધિત દસ્તાવેજો મળી ગયા છે. હવે અપેક્ષા કરવામાં આવે છે કે, સીબીઆઈ આ મામલાને તેના સ્તરે જલ્દી જ હલ કરવા માટે કેસ સાથે સંકળાયેલા લોકોની પૂછપરછમાં કરશે. વળી સુશાંત સિંહ કેસમાં મળી રહેલી તમામ માહિતી અને કડીઓના આધારે સીબીઆઈ ટૂંક સમયમાં તેની કાર્યવાહી પણ શરૂ કરશે.

સુશાંતના પરિવારે સીબીઆઈ તપાસની માંગ કરી હતી

આ પહેલા મંગળવારે બિહારના સીએમ નીતિશ કુમારે સુશાંતસિંહના પિતાની માંગ પર સીબીઆઈ તપાસ માટે કેન્દ્ર સરકારને ભલામણ કરી હતી. જેને કેન્દ્ર સરકારે મંજૂરી આપી દીધી છે. આ સાથે સુપ્રીમ કોર્ટે પણ સ્પષ્ટ કર્યું છે કે, સુશાંત કેસની તપાસ સીબીઆઈ દ્વારા થવી જોઈએ અને સત્ય દરેક સામે આવવું જોઈએ.

અભિનેત્રી રિયા ચક્રવર્તી પર અનેક આરોપો

ફિલ્મના અભિનેત્રી રિયા ચક્રવર્તી આ સમગ્ર મામલામાં આરોપોથી ઘેરાયેલી છે. સુશાંતના પિતાએ પુત્ર સામે છેતરપિંડી અને ધમકી આપવાનો આરોપ લગાવી તેમની સામે પટનામાં એફઆઈઆર નોંધાવી હતી. અભિનેતાના મૃત્યુ પહેલા સુશાંત અને રિયા એક સાથે રિલેશનશિપમાં હતાં. સુશાંતના પિતાએ રિયા પર ઘણા આરોપો લગાવ્યા છે, જેમાં તેના પુત્ર પાસેથી પૈસા લેવાની અને મીડિયામાં પોતાનો મેડિકલ રિપોર્ટ જાહેર કરવાની ધમકી આપવા સહિતના આરોપો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.