મુઝફ્ફરપુર : ફિલ્મ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના સુસાઇડના મામલમાં અન્ય એક પરિવાર અને રાજનેતાએ સીબીઆઇએ તપાસની માંગ કરી છે. ત્યારે સોશિયલ મીડિયા પર કેટલાય ફિલ્મ નિર્માતા અને દિર્ગદર્શકો પર સુશાંતને આત્મહત્યા કરવા માટે ઉશ્કેરવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. તેમજ મુઝફ્ફરપુર કોર્ટમાં પણ બોલીવૂડના અનેક દિગ્ગજો પર કેસ દાખલ કરવામાં આવી રહ્યો છે.
બુધવારે મુઝફ્ફરપુર કોર્ટમાં સલમાન ખાન સહિત અનેક ફિલ્મી જગતના નિર્માતા , દિગ્દર્શક સહિત 8 મોટી હસ્તીઓ વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમાં કરણ જોહર, આદિત્ય ચોપડા, સલમાનખાન, સંજયલીલા ભણસાલી, એકતા કપૂર સહિત અનેક હસ્તીઓના નામ સામેલ છે. એડવોકેટ સુધીરકુમાર ઓઝાએ કેસ દાખલ કર્યો છે.