મુઝફ્ફરપુર: બિહારમાં બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા મામલે બીજો એક કેસ નોંધાયો છે. પતાહીના રહેવાસી કુંદન કુમારે અભિનેત્રી રિયા ચક્રવર્તી પર મુઝફ્ફરપુર કોર્ટમાં ફરિયાદ નોંધાવી છે. મહત્વનું છે કે, રિયા સુશાંતની ગર્લફ્રેન્ડ હોવાનું કહેવાઈ રહ્યું છે.
રિયા ચક્રવર્તી પર આક્ષેપો કરતા કુંદન કુમારે આરોપ લગાવ્યો કે, રિયાએ સુશાંત સિંહ રાજપૂતને પહેલા પ્રેમમાં ફસાવીને વિશ્વાસ પર લીધો હતો. આ પછી માનસિક અને આર્થિક રીતે શોષણ કર્યું. જ્યારે રિયાને સહયોગથી ફિલ્મી કારકિર્દીની મદદ મળી કે, ત્યારે સુશાંતને જીવનમાંથી કાઢી નાંખ્યો.
મહત્વનું છે કે, સુશાંત સિંહ આત્મહત્યા કેસમાં બાંદ્રા પોલીસ સુશાંતની ગર્લફ્રેન્ડ રિયાની પૂછપરછ કરી હતી. ગુરુવારે રિયાની 11 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. પોલીસ આ કેસમાં સુશાંતની એક્સ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડે સાથે પણ વાતચીત કરી શકે છે. સુશાંતના મૃત્યુ બાદ અંકિતા સુશાંતના પરિવારને પણ મળી હતી.
ફરિયાદીના એડવોકેટ કમલેશ કુમારે જણાવ્યું કે, આ કેસ કલમ 420 અને 306 હેઠળ નોંધવામાં આવ્યો છે, જેના આધારે કોર્ટે સુનાવણી માટે 24 જૂનની તારીખ નક્કી કરી છે. આ કેસમાં મહત્તમ સજા 10 વર્ષ હોઈ શકે છે.
અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે ગત રવિવારે મુંબઇ નિવાસે ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. સુશાંતના નિધનને કારણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીને જબરદસ્ત ઝટકો લાગ્યો હતો. હાલ તો બધાને પસ્તાવો થાય છે, પરંતુ આત્મહત્યા પાછળનું વાસ્તવિક કારણ હજી સ્પષ્ટ થઈ શક્યું નથી. માનવામાં આવે છે કે, સુશાંત છેલ્લા ઘણા સમયથી ડિપ્રેશનમાં હતો.
હાલમાં સુશાંતના પરિવારે કેસની તપાસ કરવા માટે માંગ કરી છે. જેમાં મુંબઈ પોલીસ સમગ્ર કેસની અનેક એંગલથી તપાસ કરી રહી છે. મુઝફ્ફરપુર અને બિહારના પટનામાં સલમાન ખાન અને કરણ જોહર સહિત ઘણા ફિલ્મ કલાકારો અને નિર્માતાઓ વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યાં છે.