ETV Bharat / sitara

લેખક હરિંદર સિંહ સિક્કાએ ડાયરેક્ટર મેઘના ગુલઝાર પર લગાવ્યો આરોપ - મેઘના ગુલઝાર

કોલિંગ સહમત પુસ્તકના લેખક હરિંદર સિક્કાએ ડાયરેક્ટર મેઘના ગુલઝાર પર આરોપ લગાવ્યો કે મેઘનાએ જયપુર લિટરેચર ફેસ્ટિવલમાંથી તેમનું નામ હટાવ્યું હતું અને મેઘનાએ તેમનું પુસ્તક લોન્ચ થવા દીધું ન હતું.

લેખક હરિંદર સિક્કાએ ડાયરેક્ટર મેઘના ગુલઝાર પર આરોપ લગાવ્યો

author img

By

Published : Jul 20, 2020, 11:37 PM IST

મુંબઈ: સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ બાદ ઈન્ડસ્ટ્રીમાં નેપોટિઝમનો મુદ્દો બહાર આવ્યો છે અને આ સાથે જોડાયેલા ઇન્ડસ્ટ્રીના ઘણા લોકો પોતાનો અનુભવ શેર કરી રહ્યા છે. હાલમાં લેખક અને ફિલ્મ મેકર હરિંદર સિંહ સિક્કાએ ફિલ્મ 'રાજી'ની નિર્દેશક મેઘના ગુલઝાર પર ક્રેડિટ નહીં આપવાનો આરોપ લગાવ્યો છે.

સિક્કાએ કહ્યું કે, મેઘનાએ ફક્ત જયપુર લિટરેચર ફેસ્ટિવલ અને ફિલ્મ ફેયર એવોર્ડમાંથી જ તેમનું નામ હટાવ્યું એવું નથી, તેણી તો સિક્કાના પુસ્તક લોન્ચિંગમાં પણ વચ્ચે આવી હતી.

સિક્કાએ જણાવ્યું મારી પાસે સાબિતી છે કે, મેઘનાએ જયપુર લિટરેચર ફેસ્ટિવલમાંથી મારું નામ બહાર કરાવ્યું હતું. આ આરોપ તેમણે એક ન્યૂઝ ચેનલમાં થયેલી વાતચીત દરમિયાન લગાવ્યો હતો. તેણીએ મારી પુસ્તક છપાવવામાં અવરોધો ઊભા કર્યા હતા. જેથી ક્રેડિટ તેને મળી શકે. જે એવોર્ડ મને મળવાનો હતો ત્યાંથી મારું નામ હટાવી દીધું અને એવોર્ડ ‘અંધાધૂંધ' નામની એક ફિલ્મને અપાવી દીધો હતો.

આપેલા એક ઈન્ટરવ્યૂમાં હરીંદરએ મેઘના પર ‘રાજી’ ફિલ્મની સ્પેશિયલ સ્ક્રીનિંગ માટે આમંત્રિત ન કરવાનો આરોપ લગાવ્યો હતો અને કહ્યું મે ગુલઝારને વચન આપ્યું હતું કે હું નિર્દેશનના રૂપમાં મેઘનાને જ લઈશ સાથે જ મેં આલિયા ભટ્ટને મુખ્ય પાત્રના રૂપમાં લેવા માટે વાત કરી હતી.

આ ઇવેન્ટ બાદ મને ફિલ્મ રિલીઝ થયા પછી જાણ થઈ જ્યારે આલિયાએ મને મેસેજ કરીને પૂછ્યું કે તમને ફિલ્મ કેવી લાગી? જો કે ફિલ્મ 'રાજી'એ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી હતી.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.