મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ અભિનેતા સોનુ સૂદ દ્વારા લોકડાઉનમાં ફલાયેલા પરપ્રાંતીય મજૂરો માટે બસોની વ્યવસ્થા કરવા માટે તેની પ્રસંશા કરી હતી. અભિનેતા રવિવારે રાત્રે ઠાકરેને તેમના નિવાસ સ્થાન માતોશ્રી ખાતે મળ્યા હતા.
મુલાકાત બાદ અભિનેતાએ કહ્યું કે, કોઈ પાર્ટીનો મુદ્દો નથી. કોઈ પ્રકારનો મતભેદ પણ નથી. કાશ્મીરથી લઇને કન્યાકુમારી સુધી તમામ લોકોએ પરપ્રાંતીયોને ઘરે પહોંચાડવામાં મને મદદ કરી છે. તેમણે આગળ કહ્યું કે, લોકડાઉનમાં ફસાયેલા તમામ જરૂરિયાતમંદોની દેશના દરેક નાગરિકોએ મદદ કરવી જોઈએ.
આ મુલાકાત ત્યારે થઈ જ્યારે મુંબઈમાં ફસાયેલા પરપ્રાંતીય મજૂરોને પરત મોકલવા માટે બસની વ્યવસ્થા કરવાના મુદ્દે ઠાકરેની આગેવાનીવાળી શિવસેનાએ સોનુ સૂદ પર નિશાન સાધ્યું હતું.
શિવસેનાના મુખપત્ર સામનામાં લખવામાં આવેલી પોતાની સાપ્તાહિત કોલમમાં રાઉતે લોકડાઉન લોકડાઉન દરમિયાન મહારાષ્ટ્રના સામાજિક દ્રશ્યમાં અચાનક 'મહાત્મા' સૂદના દેખાવ અંગે પ્રશ્નો ઉભા કર્યા હતા.
તેમણે 2019ની લોકસભા ચૂંટણી પહેલા આવેલા સૂદ દ્વારા કરાયેલા સ્ટીંગ ઓપરેશનને પણ ટાંકતા કહ્યું કે, તે ભાજપના નેતૃત્વવાળી સરકારની કામગીરીનો તેમના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ દ્વારા વિવિધ પ્લેટફોર્મ પર પ્રચાર કરવા તૈયાર થયા હતા.