મુંબઇ: બોલીવુડના ફિલ્મ નિર્માતા બોની કપૂરે કહ્યું છે કે, કોરોના વાઇરસ ટેસ્ટ પોઝિટિવ આવનાર તેમના ત્રણેય ઘરેલું કામદારો સ્વસ્થ્ય થઈ ગયા છે અને હાલમાં તેઓ સંપૂર્ણ રીતે કોરોન્ટાઇનમાં છે.
કપુરે ટ્વિટ કર્યું હતું કે 'મારી અને મારી દીકરીઓનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. કોવિડ -19 ટેસ્ટ પોઝિટિવ આવેલા અમારા ત્રણેય સ્ટાફ સભ્યો સંપૂર્ણ સ્વસ્થ્ય થઈ ગયા છે અને તેમનો રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો છે. અમારો 14-દિવસીનો કોરોન્ટાઇન સમય પણ સમાપ્ત થઈ ગયો છે અને અમે હવે નવી શરૂઆતની આશા રાખીએ છીએ.
બીએમસી કાર્યકરો અને મુંબઇ પોલીસનો આભાર માનતા નિર્માતાએ આગળ લખ્યું કે, 'હું અને મારા પરિવારજનોએ ડોકટરો, આરોગ્યસંભાળ કર્મચારીઓ, બીએમસી, મુંબઇ પોલીસ, રાજ્ય અને કેન્દ્ર સરકારની મદદ અને સહાય બદલ આભાર માનીએ છીએ આ આભાર ફક્ત અમારા મહારાષ્ટ્ર અને ભારતની સહાય માટે નથી પરતું સમગ્ર ભારતની મદદ માટે છે, સાથે મળીને આપણે આ કોવિડ -19 ને હરાવી શકીએ છીએ.
આપણે જણાવી દઇએ કે 19 મેના રોજ માહીતી મળી હતી કે કપૂર પરિવારના લોખંડવાલા સંકુલમાં કાર્યરત 23 વર્ષીય ઘરેલુ સહાયકને કોરોના છે.તે પછી, આવી જ અન્ય 2 જેટલા કર્મચારીઓનો રિપોર્ટ પણ કોરોના પોઝિટિવ આવ્યો હતો.