હૈદરાબાદ: બોલિવૂડની 'ચાંદની' શ્રીદેવી હવે આપણી વચ્ચે નથી, ત્યારે અભિનેત્રીના આકસ્મિક નિધનથી ફિલ્મ જગત અને તેના ચાહકોને આઘાત લાગ્યો હતો. ફિલ્મ નિર્માતા બોની કપૂર એ દિવસને હજુ સુધી ભૂલી શક્યા નથી. બોની હવે પોતાની પત્નીની યાદમાં સોશિયલ મીડિયા ( (Social Media) પર શ્રીદેવી સાથે વીતાવેલી યાદોને સજાવતા રહે છે, ત્યારે બોનીએ ફરી એકવાર સ્વર્ગસ્થ પત્ની શ્રીદેવીની એક સુંદર તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે, જેના પર ચાહકો પણ પ્રેમ વરસાવી રહ્યા છે.
શ્રીદેવીનો એક થ્રોબેક ફોટો કર્યો શેર
બોની કપૂરે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ (Bonnie Kapoor Instagram account) પર પત્ની શ્રીદેવીનો એક થ્રોબેક ફોટો શેર કર્યો છે, જેમાં શ્રીદેવી સુંદર લાગી રહી છે તેમજ શ્રીદેવીનો ફોટો જોઈને ફેન્સ પણ ખૂબ જ ભાવુક થઈ ગયા છે.
તસવીર શેર કરતા સમયે બોની કપૂરે લખ્યું
બોની કપૂરે શેર કરેલી તસવીરમાં શ્રીદેવીએ સફેદ સાડી પહેરી છે. આ તસવીરમાં ગાલ અને કપાળ પર સિંદૂર લગાવેલું છે. આ સાથે શ્રીદેવીની પીઠ પર સિંદૂરથી અંગ્રેજીમાં બોની પણ લખેલું છે. તસવીરમાં શ્રીદેવી સુંદર રીતે હસતી જોવા મળી રહી છે. તસવીર શેર કરતા બોની કપૂરે લખ્યું છે કે, 'વર્ષ 2012માં લખનઉના સહારા શહેરમાં દુર્ગા પૂજાનો તહેવાર ઉજવ્યો હતો. જે તસવીર પર ચાહકો ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે.
એક પ્રશંસકે લખ્યું છે, 'મિસિંગ યુ ઓ માય ચાંદની,
એક પ્રશંસકે લખ્યું છે, 'મિસિંગ યુ ઓ માય ચાંદની, જ્યારે બીજા એક ચાહકે લખ્યું, 'ભગવાનએ સાચા પ્રેમને તોડ્યો'. તે જ સમયે અન્ય એક યુઝરે લખ્યું કે, 'હજી પણ વિશ્વાસ નથી આવતો કે શ્રીદેવી આપણી વચ્ચે નથી'. તે જ સમયે, ઘણા ચાહકોએ હૃદય અને રડતા ઇમોજી શેર કરીને શ્રીદેવીને યાદ કર્યા છે. તમને જણાવી દઈએ કે, આ પહેલા પણ બોની કપૂર શ્રીદેવીની ઘણી થ્રોબેક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી ચૂક્યા છે.
આ પણ વાંચો:
સોશિયલ મીડિયા પર બિકીનીવાળા ફોટોસ શેર કરી મચાવી રહી છે ધૂમ, જુઓ આ અભિનેત્રીની તસવીરો