ભારતીય ફિલ્મ વિવેચક અને વેપાર વિશ્લેષક તરણ આદર્શે ટ્ટીટ કરી શેર કર્યુ છે કે, શનિવાર સુધી 75 કરોડનો આંકડો પાર કરનાર 'ડ્રીમ ગર્લ' ફિલ્મે આજે 86.60 કરોડ રુપીયાની કમાણી કરી લીધી છે.
તરણે લખ્યું છે કે, 'ડ્રીમ ગર્લ', 'બધાઈ હો' ફિલ્મ બાદ 100 કરોડને પાર કરનાર આયુષ્યમાનની બીજી ફિલ્મ હશે. આ ફિલ્મ બીજા શુક્રવારે 5.30 કરોડ અને શનિવારે 9.10 કરોડ રૂપીયાની કમાણી કરવામાં સફળ રહી છે. ફિલ્મ 'ડ્રીમ ગર્લ' સોનમ કપૂર-દુલકર સલમાનની 'ધ ઝોયા ફેક્ટર', કરણ દેઓલની 'પલ પલ દિલ કે પાસ' અને સંજય દત્તની 'પ્રસ્થાનમ' જેવી નવી ફિલ્મો રીલીઝ થવા છતાં પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે.
આયુષ્માને તેમની પ્રથમ ફિલ્મ 'વિકી ડોનર' જેવી બિનપરંપરાગત ભૂમિકાઓ ભજવવા માટે જાણીતા છે. આ ફિલ્મમા તેઓએ શુક્રાણુ દાતા અને શ્રીરામ રાઘવનની 'અંધાધૂન'માં મર્ડર મિસ્ટ્રીમાં ફસાયેલા અંધ પિયાનોવાદકની ભૂમિકા ભજવી હતી.
ફિલ્મ 'ડ્રીમ ગર્લ'માં આયુષ્માન દ્વારા ભજવેલા પાત્રમાં એક નાના શહેરના વ્યક્તિની વાર્તા વર્ણવે છે. જે સંપૂર્ણ રીતે એક મહિલાના અવાજની નકલ કરી શકે છે. જે એક ટૅલિકોરની નોકરી કરે છે. જ્યાં તે પૂજા બનીને અજાણ્યા લોકો સાથે વાત કરે છે. જેથી પૂજાના ઘણા કોલર્સને તેની સાથે પ્રેમ થઈ જાય છે જેથી તેને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે.