મુંબઈઃ સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યાની તપાસ અંગે એનસીબી બોલીવુડમાં ડ્રગ્સ કનેક્શનની સઘન તપાસ કરી રહી છે. અનેક ચર્ચિત ચહેરાઓના નામ અત્યાર સુધી આવી ચૂક્યા છે. અત્યાર સુધીમાં એનસીબીએ અનેક ફિલ્મ સેલિબ્રિટીની પૂછપરછ કરી હતી. એનસીબીની પૂછપરછ દરમિયાન સારા અલી ખાને કબૂલ્યું હતું કે તે પોતે ડ્રગ્સ નથી લેતી. શ્રદ્ધા કપૂરની જેમ તે પોતાને ડ્રગ્સ વિવાદથી દૂર રાખવાના પ્રયત્નો કરી રહી છે. એનસીબીએ પૂછપરછ દરમિયાન ઘણી વખત ડ્રગ્સને લઈને સારા અલી ખાનને સવાલ જવાબ કર્યા હતા પરંતુ સારા પોતે ડ્રગ્સ નથી લેતી તે વાત ઉપર અડી રહી હતી. ડ્રગ્સ લેવાની વાતને સ્વીકારી નહતી પરંતુ તેણે એમ કહ્યું હતું કે તે સ્મોકિંગ કરે છે. કેદારનાથ ફિલ્મ દરમિયાન તે સુશાંતસિંહ રાજપૂતની ખૂબ જ નજીક આવી ગઈ હતી. તે દરમિયાન મેં સુશાંતસિંહ સાથે સ્મોકિંગ કર્યું હતું. જ્યારે રિયા ચક્રવર્તીએ કહ્યું હતું કે, સારા અલી ખાન સુશાંતસિંહ સાથે મળીને ડ્રગ્સ લેતી હતી એટલે જ એનસીબીએ સારા અલી ખાનને તપાસ માટે બોલાવી હતી.
જ્યારે સુશાંતસિંહના ફાર્મ હાઉસના બોટમેને કહ્યું કે, ફાર્મ હાઉસમાં યોજાતી દરેક પાર્ટીમાં સારા અલી ખાન હંમેશા આવતી હતી. આ જ સવાલ જ્યારે એનસીબીએ સારા અલીને પૂછ્યો તો તેણે માન્યું કે તે પાર્ટીમાં જતી હતી, પરંતુ ડ્રગ્સ નહતી લેતી. સારા ભલે ડ્રગ્સ લેવાની મનાઈ કરતી હોય પરંતુ ફાર્મ હાઉસના બોટમેને કહ્યું કે ફાર્મ હાઉસમાં થનારી પાર્ટીમાં ડ્રગ્સનું પણ સેવન થતું હતું. એટલે લાંબા સમય સુધી સારા અલી ખાન પોતાની જાતને વિવાદથી દૂર રાખી નહીં શકે તેવું લાગી રહ્યું છે. અત્યારે તો સારા સિવાય શ્રદ્ધા કપૂર, દીપિકા પાદુકોણ અને રકુલ આ ડ્રગ્સ કનેક્શનમાં ફસાઈ ચૂકી છે. એનસીબીએ દીપિકા પાદુકોણની પાંચ કલાક સુધી પૂછપરછ કરી હતી. દીપિકાએ તો સ્વીકારી લીધું કે વોટ્સ એપ ચેટના વિવાદમાં તે પણ તેનો હિસ્સો છે. જોકે એનસીબીએ દીપિકાના જવાબથી હજી પણ સંતોષ નથી માન્યો. એટલે દીપિકાને ફરી બોલાવવામાં આવે છે કે નહીં તે સમય બતાવશે.