મુંબઇ: સોમવારે સોશિયલ મીડિયા પર બોલિવૂડ અભિનેત્રીઓએ ઘરેલું હિંસાનો સામનો કરી રહેલી મહિલાઓને મદદ કરવા માટે 'લોકડાઉનમાં લોકઅપ' પહેલના સમર્થન અવાજ ઉઠાવ્યો છે. અભિનેત્રીઓએ પીડિતોના નામ સાથે એક સેલ્ફી શેર કરી હતી અને તેની સામે અવાજ ઉઠાવવાની અપીલ કરી હતી.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
કરિશ્મા કપૂરે ઘરેલું હિંસા પીડિતના નામ સાથે બ્લેક એન્ડ વ્હાઇટ સેલ્ફી શેર કરી અને લખ્યું કે, 'હું અંકિતા છું'. સાથે સાથે આ પહેલ વિશે પણ વાત કરી હતી. તેમણે લખ્યું કે, આજે હું ઘરેલું દુર્વ્યવહારનો ભોગ બનેલા ઘણા પીડતોનો અવાજ છું. જેમની સાથે અન્યાય થઈ રહ્યો છે અને તેમનો અવાજ અણગમો થઇ રહ્યો છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
અભિનેત્રીએ સોનમ કપૂર, નતાશા પૂનાવાલા અને તમન્નાને પણ નોમિનેટ કર્યાં હતાં. બિપાશા બાસુએ પણ પીડિતાના નામ સાથે બ્લેક એન્ડ વાઇટ ફોટો શેર કરી હતી અને લખ્યું હતું કે, "હું અંકિતા છું." હું આજે ઘરેલુ દુર્વ્યવહારનો ભોગ બનેલા પીડિતોનો અવાજ છું. જેમની સાથે અન્યાય થઈ રહ્યો છે અને તેમનો અવાજ અણગમો થઇ રહ્યો છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">