- બોલિવુડ કોમેડિયન રાજપાલ યાદવે (rajpal yadav) ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો વીડિયો
- વીડિયોમાં રાજપાલ યાદવ મિઝાન જાફરી સાથે કરી રહ્યા છે નાગિન ડાન્સ
- ફરી એક વાર હંગામા 2 ફિલ્મમાં રાજપાલ યાદવ
અમદાવાદઃ બોલિવુડ કોમેડિયન પ્રખ્યાત એક્ટર રાજપાલ યાદવ (rajpal yadav) કોઈ પણ ફિલ્મમાં આવે તો દર્શકોને પેટ પકડીને હસાવે છે. તો ફરી એક વાર હંગામા 2 ફિલ્મમાં રાજપાલ યાદવ તમામ લોકોને હસાવવા આવી રહ્યા છે. જોકે, ફિલ્મના સેટ પરથી રાજપાલ યાદવનો એક વીડિયો વાઈરલ થયો છે, જે લોકોને ખૂબ જ પસંદ પડી રહ્યો છે.
ડાન્સ લોકોને ખૂબ જ ગમી રહ્યો છે
રાજપાલ યાદવે પોતે પણ ઈન્સ્ટાગ્રામ પર તે વીડિયો શેર કર્યો છે, જેમાં તે નાગિન ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. તેની સાથે મિઝાન જાફરી પણ ડાન્સ કરી રહ્યો છે. આ બંનેનો ડાન્સ લોકોને ખૂબ જ ગમી રહ્યો છે. જોકે, દર્શકો ફરી એક વાર હંગામા 2 ફિલ્મની રાહ જોઈ રહ્યા છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
23 જુલાઈએ રિલીઝ થશે હંગામા 2
રાજપાલ યાદવે વર્ષ 2003માં આવેલી હંગામા ફિલ્મમાં પણ કામ કર્યું હતું. તે ફિલ્મમાં રાજપાલ યાદવના રોલને ઘણો પસંદ કરવામાં આવ્યો હતો. જોકે, હંગામા 2 ફિલ્મના સેટ પરથી નાગિન ડાન્સ કરતો રાજપાલ યાદવનો વીડિયો ખૂબ વાઈરલ થઈ હ્યો છે. રાજપાલે આ વીડિયોના કેપ્શનમાં લખ્યું હતું કે, બિહાઈન્ડ ધ સીન હંગામા 2ના સેટ પર મિઝાન જાફરી સાથે ફૂલ મસ્તી. હંગામા 2 ફિલ્મ 23 જુલાઈએ ડિઝ્ની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ થશે.
આ પણ વાંચો: ફેમિલી મેન વેબ સિરીઝના બીજા ભાગમાં મનોજ બાજપાઈ અલગ અંદાજમાં, અભિનેત્રી સામંથા અક્કિનેનીએ જીત્યા દિલ