ચેટ શો માં નેહા ધૂપિયાએ તાપસીને સવાલ પૂછ્યો હતો કે 'બોલીવુડમાં એવો ક્યો કલાકાર છે જેના માતા-પિતા ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ન હોત તો આજે ઇન્ડસ્ટ્રીથી બહાર હોત?' આ પ્રશ્નનાં જવાબમાં તાપસીએ અનિલ કપૂરના પુત્રનું નામ લીધુ હતું.
તાપસીએ કહ્યું કે 'મને લાગી રહ્યું છે કે હર્ષવર્ધન કપૂર. કારણ કે મેં તેનું જેટલુ કામ જોયુ છે તેના પરથી મને લાગે છે કે પ્રથમ ફિલ્મ ફ્લોપ થયા પછી બીજી ફિલ્મ મળવી તેના માટે મુશ્કેલીભર્યુ હોત.'
હર્ષવર્ધને વર્ષ 2016માં ફિલ્મ 'મિર્ઝયા'થી બોલીવુડમાં ડેબ્યુ કર્યુ હતું, ત્યારબાદ તે વર્ષ 2018માં ફિલ્મ 'ભાવેશ જોશી સુપરહીરો'માં જોવા મળ્યો હતો. પરંતુ, હર્ષવર્ધનની આ બંને ફિલ્મો બોક્સ ઓફિસ પર કંઇ ખાસ કમાલ કરી શકી ન હતી. મળતી માહિતી મુજબ હવે તે અભિનવ બિંદ્રાની બાયોપિકમાં મુખ્ય પાત્ર તરીકે દેખાશે.