- અભિનેત્રી કંગના રનૌતના બોડીગાર્ડની ધરપકડ કરાઈ
- દુષ્કર્મના આરોપને લીધે કરાઈ ધરપકડ
- યુવતીએ મુંબઇ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી ફરિયાદ
કર્ણાટક(માંડ્યા): બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌતના બોડીગાર્ડ કુમાર શેટ્ટીની મુંબઈ પોલીસે દુષ્કર્મના આરોપમાં ધરપકડ કરી હતી.
આરોપી શેટ્ટીને મુંબઈ પોલીસ લઈ ગઈ મુંબઈ
શેટ્ટી માંડ્યાના હેગડાહલ્લીના કેઆર પાટે તાલુકાનો રહેવાસી છે. તેમને હેગડાહલ્લીના રૂરલ પોલીસના સહયોગથી તેની ધરપકડ કર્યા બાદ મુંબઇ પોલીસ તેને મુંબઇને લઈ ગઈ છે.
આ પણ વાંચો: સોશિયલ મીડિયામાં વિવાદિત પોસ્ટ મામલે બહેન રંગોલી સાથે કંગના બાન્દ્રા પોલીસ સ્ટેશન પહોંચી
જાણો શું છે સમગ્ર મામલો
પ્રાપ્ત થતી વિગતો મુજબ, કેટલાક વર્ષોથી અભિનેત્રી કંગનાના બોડીગાર્ડ તરીકે કામ કરી રહેલા કુમાર શેટ્ટી ઉર્ફે કુમાર હેગડેને મુંબઈની એક યુવતી સાથે પ્રેમ થઈ ગયો હતો. એવો આરોપ છે કે, શેટ્ટીએ તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. આટલું જ નહીં બાદમાં તેણે યુવતી સાથે 50 હજાર રૂપિયાની છેતરપિંડી કરી હતી.
આ પણ વાંચો: ઘરે જતાં પહેલા કંગનાનો શિવસેના પર વાર, કહ્યું- મને કમજોર ન સમજવી
યુવતીએ મુંબઇ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી ફરિયાદ
આ સંદર્ભે યુવતીએ મુંબઇ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. મુંબઈ પોલીસ છેલ્લા એક મહિનાથી કુમાર શેટ્ટીની શોધ કરી રહી હતી. પોલીસે શેટ્ટી સામે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.