ETV Bharat / sitara

બોલિવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણ થઈ કોરોના સંક્રમિત - bollywood

બોલિવૂડ સ્ટાર દીપિકા પાદુકોણ કોવિડ 19 કોરોના પોઝિટિવ આવ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે જો કે, હજી સુધી આની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

bollywood
બોલિવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણ થઈ કોરોના સંક્રમિત
author img

By

Published : May 5, 2021, 8:13 AM IST

  • દીપિકા પાદુકોણ કોરોના સંક્રમિત
  • અભિનેત્રી તરફથી કોઈ પુષ્ટી નહીં
  • હાલમાં પરીવાર સાથે બેેંગ્લોર

ન્યુઝ ડેસ્ક: બોલિવૂડ સ્ટાર દીપિકા પાદુકોણ કોવિ઼-19 પોઝિટિવ હોવાના સમાચાર મળ્યા છે જો કે, અભિનેત્રીની સત્તાવાર પુષ્ટિની રાહ જોવાઇ રહી છે.

દીપિકા પોદુકોણ કોરોના પોઝિટિવ

મંગળવારે સ્વાસ્થ્યને અપડેટ કરતી વખતે આઈફા વેબસાઇટએ કહ્યું કે, દીપિકા પાદુકોણ કોવિડ -19 પોઝિટિવ આવી છે. દીપિકા જલ્દી ઠીક થાઓ. આ સમાચારની પુષ્ટિ કરતાં મનોરંજન ઉદ્યોગના ટ્રેકર રમેશ બાલાએ ટ્વીટ કર્યું હતું કે, અભિનેત્રી દીપિકા પાદુકોણ કોરોના પોઝિટિવ આવી છે. તેઓ જલ્દી સ્વસ્થ થાય તેવી શુભેચ્છા.

હાલમાં પરીવાર સાથે બેંગ્લોર

દીપિકા હાલમાં તેના પરિવાર સાથે બેંગ્લોરમાં છે. આ અગાઉ મંગળવારે તેના પિતા બેડમિન્ટન આઇકન પ્રકાશ પાદુકોણને વધુ તાવના કારણે હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું. અભિનેત્રીની માતા ઉજ્જલા પાદુકોણ અને નાની બહેન અનિશા પણ કોરોના પોઝિટિવ આવ્યા હતા.

આ પણ વાંચો : મુંબઈ એરપોર્ટ પર સ્પોટ થયાં દીપિકા, વિજય, શ્રદ્ધા અને વરુણ

આવનાર પ્રોજેક્ટસ

દીપિકા પાસે આવતા મહિનાઓમાં ઘણી હાઇ-પ્રોફાઇલ ફિલ્મો છે. તે 83માં પતિ રણવીર સિંહ સાથે દેખાશે, જે 1983 માં ભારતની પ્રથમ ક્રિકેટ વર્લ્ડ કપ જીતની ગાથા પર આધારિત છે, જ્યારે રણવીર ટીમના કેપ્ટન કપિલ દેવની ભૂમિકામાં છે, જ્યારે દીપિકા કપિલની પત્ની રોમીની ભૂમિકામાં છે. આ સિવાય તે અમિતાભ બચ્ચન અને પ્રભાસ સાથેની એક ફિલ્મમાં પણ કામ કરી રહી છે. દીપિકા બિગ બી સાથે ધ ઈન્ટર્નમાં પણ કામ કરશે, જ્યારે ફાઇટરમાં તેણે રિતિક રોશન સાથે કામ કર્યું છે. સમાચારો અનુસાર, તે શાહરૂખ ખાન અભિનીત ફિલ્મ પઠાણમાં પણ જોવા મળશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.