ETV Bharat / sitara

ઋષિકેશ સાથે જોડાયેલી ઈરફાન ખાનની કેટલીક યાદો... - ઈરફાન ખાન નિધન

ઈરફાન ખાન ફિલ્મના શૂટિંગ માટે બે વર્ષ પહેલા ઋષિકેશ ગયા હતાં. આ દરમિયાન તેઓ ગંગા ઘાટ પર સમય વિતાવતા અને ઋષિકેશની ગલીઓમાં ઘુમતા હતાં. આ સિવાયની પણ કેટલીક તેમની યાદો આપણેે જોઈએ..

Etv Bharat
Irrfan khan
author img

By

Published : Apr 29, 2020, 7:54 PM IST

દહેરાદુનઃ બૉલીવુડના લોકપ્રિય અને પ્રતિભાશાળી અભિનેતા ઈરફાન ખાનનું 54 વર્ષે નિધન થયું છે. ઈરફાન ખાન લાંબા સમયથી બિમારી સામે લડી રહ્યાં હતાં. મુંબઈના એક ખાનગી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી, જયાં સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતાં. ઇરફાન ખાને અત્યારે ભલે આપણને છોડી જતા રહ્યાં પરંતુ હતેમની કેટલીક યાદો છે, જે હંમેશા તેમનો અહેસાસ કરાવશે. ઇરફાન ખાનની કેટલીક એવી યાદો જે ઉત્તરાખંડ સાથે જોડાયેલી છે.

ઋષિકેશ સાથે જોડાયેલી તેમની યાદો

પોતાના અભિનયથી દર્શકોના દિલમાં જગ્યા બનાવનાર ઈરફાને અચાનક દૂનિયા છોડીને જતા રહશે અવું કોઈએ નહીં વિચાર્યુ હોય. તેમના નિધનની દરેક લોકો દુઃખી છે. તેમનું આ રીતે દુનિયા છોડીને જતું રહેવું શોક જેવું છે. ઈરફાન ખાનની કેટલીક યાદો ઉત્તરાખંડના ઋષિકેશ સાથે જોડાયલી છે. તેઓ બે વર્ષ પહેલાં ઋુષિકેશ આવ્યાં હતાં. ત્યાંના લોકોનું કહેવું છે કે આ દરમિયાન તેઓ બેફિકર ઋષિકેશની શેરીઓમાં ઘુમ્યાં હતાં.

ફિલ્મના શૂટિંગ માટે ગયા હતા ઋષિકેશ

ઈરફાન ખાને 'કરીબ કરીબ સિંગલ' ફિલ્મના શુટિંગ માટે ઋષિકેશ આવ્યાં હતાં. ઋષિકેશનો લક્ષ્મણ જુલો, ત્રિવેણી ઘાટ અને અન્ય ઘાટો પર ફિલ્મનું શૂટિંગ કરવામાં આવ્યું હતુ. આ દરમિયાન તે 4 દિવસ સુધી ઋષિકેશ રોકાયા હતાં.

ફિલ્મના શૂટિંગ દરમિયાન ઈરફાન ખાન ઋષિકેશની શેરીમાં માથે ટોપી પહેરી મોઢા પર મફલર બાંધી ઘુમતા હતાં. ઈરફાન ખાન તેનો મોટા ભાગનો સમય ગંગા ઘાટ પર વિતાવતાં હતા.

ઈરફાનને મળેલા કેટલાક લોકોનું કહેવું છે કે, ઈરફાન જ્યારે પર શૂટિંગ માટે કે અન્ય કારણોસર ઋષિકેશ આવતા ત્યારે ગંગા આરતી સમયે ગંગા ઘાટ પર જ રહેતા હતાં.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.