મુંબઈઃ બૉલીવુડ અભિનેતા અલી ફજલની માતાનું બુધવારના રોજ લખનઉમાં નિધન થયું હતું. આ અંગેની જાણકારી અલીએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર આપી હતી.
અલી ફઝલે બુધવારે ટ્વિટર પર પોતાની માતાની એક તસવીર શેર કરીને લખ્યું હતું કે, ' હું તમારા માટે તમારું બાકીનું જીવન જીવીશ. મીસ યુ અમ્મા.. બસ અહીં સુધી જ હતો આપણો સાથ.. ખબર નહીં કેમ. તમે મારી રચનાત્મકતાનો સ્ત્રોત હતાં.. મારુ બધું જ તમે હતાં. મારી દરેક વસ્તુ. આગળ શબ્દો નથી. પ્રેમ, અલી.'
અભિનેતા અલી ફઝલની માતાનું નિધન સ્વાસ્થ્ય સંબંધી જટિલતાને કારણે થયું છે. અભિનેતાના ફેન્સ તેમની માતા માટે પ્રાર્થના કરી રહ્યાં છે.