મુંબઈઃ સિનેમા સિટી મુંબઈમાં (Cinema City Mumbai) ફરી એકવાર કોરોના વાયરસનો પવન વધી રહ્યો છે. એક પછી એક કલાકારો કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. હાલમાં જ કરણ જોહરે ઘરે એક પાર્ટીનું આયોજન કર્યું હતું, જેમાં બોલિવૂડના ઘણા સ્ટાર્સે હાજરી આપી હતી. આ પાર્ટીમાં ગયા બાદ ઘણા કલાકારો કોરોના સંક્રમિત થયા હતા. આ પાર્ટીમાં આલિયા ભટ્ટ પણ સામેલ થઈ હતી.
આલિયા ભટ્ટનો કોરોના રિપોર્ટ નેગેટિવ
આલિયા ભટ્ટને 14 દિવસ માટે ક્વોરેન્ટાઇન રહેવાની સૂચના આપવામાં આવી હતી. આમ છતાં અભિનેત્રી તેની આગામી ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'ના (Movie 'Brahmastra') પ્રમોશન માટે દિલ્હી પહોંચી હતી. આ પછી એવું કહેવામાં આવી રહ્યું હતું કે, BMC આલિયા ભટ્ટ વિરુદ્ધ કડક કાર્યવાહી કરશે અને FIR નોંધશે. હવે BMC તરફથી સમાચાર આવ્યા છે કે, અભિનેત્રી સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં. તમને જણાવી દઈએ કે, આલિયા ભટ્ટનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.
અભિનેત્રીએ દિલ્હી જતા પહેલા RT-PCR ટેસ્ટ કરાવ્યો હતો
BMCના એક વરિષ્ઠ અધિકારીએ પુષ્ટિ કરી કે, અભિનેત્રીએ દિલ્હી જતી વખતે ક્વોરેન્ટાઈન નિયમોનું ઉલ્લંઘન કર્યું નથી. અધિકારીએ જણાવ્યું હતું કે, અભિનેત્રીએ દિલ્હી જતા પહેલા તેનો RT-PCR ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં આલિયાનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.
બંને અભિનેત્રીઓ કરણ જોહરના ઘરની પાર્ટીમાં સામેલ હતી
14 ડિસેમ્બરે અભિનેત્રી કરીના કપૂર ખાન અને અમૃતા અરોરા કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું. બંને અભિનેત્રીઓ કરણ જોહરના ઘરની પાર્ટીમાં સામેલ થઈ હતી.
આલિયા ભટ્ટનું ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'નું પહેલું મોશન પોસ્ટર રિલીઝ કરાયું
આલિયા ભટ્ટના વર્કફ્રન્ટની વાત કરીએ તો તાજેતરમાં જ અભિનેત્રીની ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'નું પહેલું મોશન પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. અયાન મુખર્જીના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં આલિયા પહેલીવાર રણબીર કપૂર સાથે સ્ક્રીન શેર કરશે. આ ફિલ્મ 9 સપ્ટેમ્બર 2022ના રોજ રિલીઝ થઈ રહી છે.
આ પણ વાંચો: શું આલિયા ભટ્ટ અભિનેતા રણબીર કપૂર સાથે લગ્ન કર્યા પહેલાં જશે હોલિવૂડ ?
આ પણ વાંચો: આલિયા ભટ્ટની 'ગંગુબાઈ કાઠિયાવાડી' ફિલ્મની રિલીઝ ડેટ જાહેર, આ તારીખે સિનેમાઘરમાં મચાવશે ધૂમ