પટણા: બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા કેસની તપાસ માટે સતત આગળ વધી રહેલી બિહાર પોલીસે સીઆરપીસીની કલમ 160 હેઠળ સુશાંતના નોકર દીપેશ અને મિત્ર સિદ્ધાર્થ પઠાણીને નોટિસ મોકલી હતી. ત્યારબાદ, રવિવારે રાત્રે દિપેશ બિહાર પોલીસ સમક્ષ હાજર થયો, જ્યારે સિદ્ધાર્થે પોલીસનો સંપર્ક કર્યો છે.
સોમવારે પટણા રેંજના પોલીસ મહાનિરીક્ષક સંજયસિંહે IANS ને જણાવ્યું હતું કે, રવિવારે બંનેને સીઆરપીસીની કલમ 160 હેઠળ નોટિસ મોકલવામાં આવી હતી અને બંનેને નોટિસ સાથે રૂબરૂ બેસીને નિવેદન નોંધવાનું કહ્યું હતું. દિપેશ રાત્રે બિહાર પોલીસ સમક્ષ હાજર થયો હતો પરંતુ સિદ્ધાર્થ આવવાનો બાકી છે.
તેમણે કહ્યું કે, કોઈ પણ સંજોગોમાં સિદ્ધાર્થને પણ પોલીસ સમક્ષ આવવું પડશે. જો સિદ્ધાર્થ નહીં આવે તો આગળની કાર્યવાહી કરવામાં આવશે. એવું કહેવાય છે કે, સુશાંતનો મૃતદેહ પહેલા સિદ્ધાર્થએ જોયો હતો અને તે સુશાંત સાથે રહેતો હતો.
દરમિયાન, આ કેસની તપાસમાં આગળ વધી રહેલા IPS અધિકારી વિનય તિવારીને બળજબરીપૂર્વક ક્વોરેન્ટાઇન કરવાના મામલે પણ બિહાર પોલીસ તપાસ કરી રહી છે.
વિનય તિવારી રવિવારે બપોરે મુંબઇ પહોંચ્યા હતા. ત્યાં પહોંચતા, બીએમસીએ વિનય તિવારીને તપાસમાં આગળ વધે તે પહેલાં જ તેમને ક્વોરેન્ટાઇન કર્યા હતા.
બિહાર પોલીસના ડીજીપી ગુપ્તેશ્વર પાંડેએ તાજેતરમાં જ તેમના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર વિનય તિવારીને બળજબરીથી ક્વોરેન્ટાઇન કર્યાનું જાહેર કર્યું હતું. વિનય તિવારીએ મુંબઈ એરપોર્ટ પર કહ્યું હતું કે, સુશાંતસિંહ રાજપૂત આત્મહત્યા કેસની તપાસ યોગ્ય દિશામાં જઈ રહી છે.
ત્યારબાદ, તે તેના ચાર સાથીઓ સાથે ગોરેગાંવમાં એક ગેસ્ટહાઉસ ગયા હતા, જ્યાં તેણે તેના સાથીદારો સાથે લાંબી વાતચીત કરી હતી. સોમવારે તેઓ બાંદરા ઝોન -9 ના ડીસીપી અભિષેક ત્રિમુખેને મળવાના હતા.
હવે તિવારી 15 ઓગસ્ટ સુધી ક્વોરેન્ટાઇનમાં રહેશે. જોકે, બીએમસીએ કહ્યું નથી કે, તિવારીને ક્યાં રાખવામાં આવ્યા છે.
ત્યારબાદ, સુશાંતના પિતા કે.કે.સિંહે તેની મિત્ર રિયા ચક્રવર્તી સહિત તેના પરિવારના સભ્યો અને છ અન્ય સામે 25 જુલાઈના રોજ પટનામાં પુત્રને આત્મહત્યા માટે ઉશ્કેરવાના આરોપ હેઠળ કેસ નોંધાવ્યો હતો.