કોલકાતાઃ બંગાળી અભિનેત્રી અને સાંસદ મીમી ચક્રવર્તી એક વિજ્ઞાપનને કારણે વિવાદમાં ફંસાઈ છે. આ મુદ્દે અભિનેતામાંથી નિર્દેશક બનેલા અનિન્દ્ય બેનર્જી જે ભારતીય જનતા પાર્ટીના સભ્ય પણ છે તેમણે મીમીને સમર્થન આપ્યું છે.
બંગાળી અભિનેત્રી અને સાંસદ મીમી ચક્રવર્તીએ તાજેતરમાં વિદ્યા બાલન સાથે એક હેર ઓઈલની વિજ્ઞાપન કરી છે. આ વિજ્ઞાપનમાં મીમીએ પોતાને એક સાર્વજનિક પ્રતિનિધિના રુપમાં દર્શાવી છે, જે વિપક્ષી પાર્ટીઓને પસંદ ન આવવાથી મીમીની ટીકા કરી રહ્યાં છે. તો અમુક લોકોએ તેના વ્યવસાય એટલે કે અભિનયને લઈ પણ મીમીની આલોચના કરી છે.
આ બાબતે અભિનેતામાંથી નિર્દેશક બનેલા અનિન્દ્ય બેનર્જી જે ભારતીય જનતા પાર્ટીના સભ્ય પણ છે તે મીમીને સમર્થન આપી રહ્યાં છે. અનિન્દ્ય બેનર્જીએ કહ્યું કે, અમારી પાર્ટીને અનેક લોકો આ અંગે પ્રતિક્રિયા આપી આલોચના કરી રહ્યાં છે, પરંતુ હું નહી કરું. મીમી એક અભિનેત્રી છે. આપણે એવું કેમ માની લઈએ છીએ કે તેને બધુ જ આવડતું જ હશે, ઘણાં વરિષ્ઠ નેતાઓ પણ આ ભુલ કરે છે.
વધુમાં અનિન્દ્ય બેનર્જીએ કહ્યું કે, હું તૃણમુલ પાર્ટીની વિરુદ્ધ છું. ખરેખર હું તેને એક પાર્ટી જ નથી માનતો, પરંતુ હું મીમીની આલોચના નહી કરું. જો કોઈ વ્યક્તિ આવી ભુલ કરે તો તેની ટીકા કરવાને બદલે એવું કઈંક કરવુ જોઈએ કે આગળ ભવિષ્યમાં આવી ભુલ ન કરે.
આ અંગે બાબુલ સુપ્રિયોએ મીમીની આલોચના કરી હતી. તો ભાજપા સાંસદ લોકેટ ચટર્જીએ પણ મીમીની આલોચના કરી હતી.