મુંબઇ: અભિનેત્રી કેટરિના કૈફે વર્ષ 2003માં એક કોમેડી થ્રિલર 'બૂમ'સાથે બોલિવૂડમાં પગ મૂક્યો હતો. જેને આ ફિલ્મમાં મોડલ મેધનાની જગ્યાએ છેલ્લી ઘડીએ કાસ્ટ કરવામાં આવી હતી.
કેટરિનાને 2005ની રોમેન્ટિક કોમેડી 'મૈંને પ્યાર ક્યૂ કિયા'થી ઓળખ મળી હતી. 2006માં 'હમકો દીવાના કર ગયે'માં અક્ષય કુમાર સાથે કામ કર્યું હતું. 2017માં કેટરીનાએ 'નમસ્તે લંડન', 'અપને', 'પાર્ટનર' અને 'વેલકમ' જેવી ફિલ્મોમાં નજર આવી હતી. આ ફિલ્મોએ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી.
ઝિંદગી ના મિલેગી દોબારા, એક થા ટાઇગર, જબ તક હૈ જાન, ધૂમ 3, ટાઇગર જિંદા હૈ, જેવી ફિલ્મોમાં તેના શ્રેષ્ઠ અભિનય સાથે કેટરીનાએ પોતાને બોલીવૂડની અગ્રણી અભિનેત્રીઓમાં સ્થાન આપ્યું છે.
જોકે, કેટરિનાની કારકિર્દીને 'ફેન્ટમ' (2015), 'ફિતૂર' (2016) અને 'જગ્ગા જાસૂસ' (2017) જેવી ઘણી બેક-ટુ-બેક ફિલ્મો ફ્લોપ જવાથી મોટો ઝટકો પણ લાગ્યો હતો. આ ફલોપ ફિલ્મો બાદ તેને 2017માં રિલીઝ થયેલી ફિલ્મ 'ટાઇગર જિંદા હૈ મળી' ત્યારબાદ તેણે રાહતનો શ્વાસ લીધો.
2019માં રિલીઝ થયેલી કેટરિનાની ફિલ્મ 'ભારત' બોક્સ ઓફિસ પર અપેક્ષા મુજબ કોઇ કમાલ દેખાડી શકી નહીં. હવે કેટરિના રોહિત શેટ્ટીની એક્શન ડ્રામા ફિલ્મ 'સૂર્યવંશી'માં અક્ષયકુમાર સાથે જોવા મળશે. આ સાથે તે અલી અબ્બાસ ઝફર સાથે પણ એક ફિલ્મ કરવાની છે.