ETV Bharat / sitara

બિગ બોસ-12ના દીપક ઠાકુરે સોનૂ સૂદ માટે બનાવ્યું ગીત - બિગ બોસ સિઝન-12

લોકડાઉનના આ સમયમાં અભિનેતા સોનૂ સૂદ દેવદૂત બનીને હજારો પ્રવાસી મજૂરોને તેમના વતન પહોચાડી રહ્યો છે. તેમના આ ઉમદા કાર્યની ચોતરફથી પ્રશંસાઓ થઈ રહી છે ત્યારે બિગ બોસ સિઝન 12 ફેમ સિંગર દીપક ઠાકુરે સોનૂ માટે એક ગીત તૈયાર કર્યું છે. જે ઘણું વાઈરલ થયું છે.

બિગ બોસ-12 ના દીપક ઠાકુરે સોનૂ સૂદ માટે બનાવ્યું ગીત

author img

By

Published : Jun 8, 2020, 3:14 PM IST

Updated : Jun 8, 2020, 5:59 PM IST

મુંબઈ: અભિનેતા સોનૂ સૂદ લોકડાઉનમાં ફસાયેલા હજારો પ્રવાસી મજૂરોને તેમના વતન પહોચાડી રહ્યો છે. જેના પગલે તમામ પ્રખ્યાત હસ્તીઓ સોશિયલ મીડિયા પર તેના વખાણ કરી રહી છે.

બિગ બોસ-12 ના દીપક ઠાકુરે સોનૂ સૂદ માટે બનાવ્યું ગીત
બિગ બોસ-12 ના દીપક ઠાકુરે સોનૂ સૂદ માટે બનાવ્યું ગીત

આ તરફ બિગ બોસ સિઝન-12થી પ્રખ્યાત થયેલા સિંગર દીપક ઠાકુરે પણ પોતાની સ્ટાઈલમાં સોનૂના વખાણ કર્યા હતા.

દીપકે સોનૂ માટે એક ગીત તૈયાર કર્યું છે. જેને તેણે તેના સોશીયલ મીડિયા પર શેર પણ કર્યુ છે.

જેના જવાબમાં સોનૂએ પણ ગીતના વખાણ કર્યા હતા.

સોનૂ સોશીયલ મીડિયામાં ખાસ્સો એક્ટિવ જોવા મળી રહ્યો છે અને સૌના મેસેજનો જવાબ પણ આપી રહ્યો છે.

હાલમાં જ સોનૂએ મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત કરી હતી.

આ પહેલા પણ મહારાષ્ટ્રના ગવર્નર ભગતસિંહ કોશિયારી, કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઇરાની, પંજાબના મુખ્યપ્રધાન અમરિંદર સિંહ વગેરે જેવી મોટી હસ્તીઓએ સોશીયલ મીડીયા પર તેના વખાણ કર્યા હતા.

Last Updated : Jun 8, 2020, 5:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.